Home
  Breathe Free
આ ઉધરસ છે કે અસ્થમા?
સારવાર અને નિયંત્રણ
વારંવાર પૂછાતા પ્રશ્નો

બ્રીધફ્રી વિશે

 
About Cipla
બ્રીધફ્રી (breathefree) એ Cipla તરફથી લોકોને આપવામાં આવતી સેવા છે જે Cipla નું 75મું વર્ષ પૂરું થવા શરૂ કરવામાં આવી છે. તે તમારા જેવા અથવા અસ્થમાથી પીડાતા તમારા કોઈ પરિચિતની મદદ માટે બનાવવામાં આવી છે. શ્વાસ સંબંધી રોગોથી લડવાની મૂળભૂત વિશેષતાની સાથે Cipla ભારતની એક અગ્રણી ફાર્મા કંપની છે, તેથી બ્રીધફ્રી (breathefree) પહેલ માટે સૌથી વધુ અનુરૂપ છે.

About Cipla

બ્રીધફ્રી (Breathefree) ના કેટલાક જાગરૂકતા કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેમ કે બ્રીધફ્રી (breathefree) કૅમ્પ, બ્રીધફ્રી (breathefree) ક્લિનિક, બ્રીધફ્રી (breathefree) વિશે બતાવતી સામગ્રી અને વેબસાઇટ breathefree.com જ્યાં તમે હમણાં આવ્યાં છો. જો કે બ્રીધફ્રી (breathefree) ની ઘણી પહેલ છે, પણ તે બધી એક જ ઉદ્દેશ્ય માટે પ્રતિબદ્ધ છે. ભારત અને આખા વિશ્વના લોકોને તેમના અસ્થમાને નિયંત્રણમાં રાખવામાં મદદ માટે. જેથી તે કામ, વ્યાયામ, પાર્ટી, રજાઓ... તેમજ સંપૂર્ણ અને ગતિશીલ જીવનનો આનંદ લઈ શકે.

breathefree.com પર આપનું સ્વાગત છે

જો તમને કે તમારા બાળકને અસ્થમા થયો છે, તો સૌ પહેલા એ જાણી લો કે તમને ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી. અસ્થમાના દર્દીઓ આજે તેમની જીવનશૈલીથી સમાધાન કર્યા વિના સામાન્ય જીવન જીવી શકે છે.

વિશ્વમાં લગભગ 30 કરોડ લોકો અને ભારતમાં 3 કરોડ લોકોને અસ્થમા છે. તેથી તમે એકલા નથી. એટલે સુધી કે ઘણા સફળ લોકોને પણ અસ્થમા છે. તેમાંના કેટલાક તો વેપારના મુખ્ય કર્તાધર્તા, ફિલ્મી કલાકાર અને સ્પોર્ટના ખેલાડીઓ પણ છે. તેમની જેમ તમે પણ તમારા અસ્થમાને નિયંત્રિત કરી શકો છો અને સંપૂર્ણ જીવનનો આનંદ લઈ શકો છો.

breathefree.com તમને બતાવે છે કે આ કેવી રીતે શક્ય છે. તેને અસ્થમાના દર્દીઓ માટે બનાવ્યું છે, તેમાં લોકોને આ ક્રૉનિક (લાંબા વખતથી ચાલતી) બીમારીની દેખરેખ માટે જરૂરી જાણકારી અને વિશ્વાસ આપવામાં આવે છે જેથી તેઓ સંતોષથી જીવન જીવી શકે. .

તેથી જો તમને અથવા તમારા બાળકને વારંવાર થતી અથવા લાંબા વખતથી ચાલતી ઉધરસ, કોઈ એલર્જી, શ્વાસની તકલીફ, ખૂબ વધારે અવરોધ, છાતીમાં ચેપ કે કેટલીક શ્વાસ સંબંધી અથવા છાતી સંબંધી લક્ષણ છે, તો તમે ખરા સ્થાને આવ્યાં છે. breathefree.com પર તમને અસ્થમા વિશે બધું જ મળશે. કેવી રીતે લોકો તેમના અસ્થમાને નિયંત્રિત કરીને તેની સાથે સામાન્ય જીવન જીવી શકે છે. અને તમે પણ અસ્થમાની સાથે કેવી રીતે સંપૂર્ણ જીવનનો આનંદ માણી શકો છો.