Home
  Breathe Free
આ ઉધરસ છે કે અસ્થમા?
સારવાર અને નિયંત્રણ
વારંવાર પૂછાતા પ્રશ્નો

Cipla

 
 
For more information log on to www.cipla.com
Cipla ની સ્થાપના 1935 માં કરવામાં આવી હતી અને તેણે ભારતના દવા ઉદ્યોગને અગ્રણી અને આત્મનિર્ભર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેના 50 નિર્માણ એકમો છે જે વૈશ્વિક માનકોથી સર્વોત્તમ છે અને જે દરેક રોગના સમાધાન માટે લગભગ 1,200 ઉત્પાદનોનું નિર્માણ કરે છે. 75 વર્ષના ગાળામાં શોધ અને વિકાસના ક્ષેત્રમાં તેની સતત નવી શોધોના પરિણામે વિશ્વને કેટલીક નવી વસ્તુ મળી છે. કંપનીએ માનવ જાતિની સેવા કરવા, તેની મૌલિક દવાઓ અને સાધનોથી લાખો જીવનને આશ્રય આપવા, તેમની ઉન્નતિ અને બચાવમાં સતત પ્રતિબદ્ધતા બતાવી છે.

About Cipla

શ્વાસ સંબંધી દવામાં અગ્રણી તરીકે, Cipla ની પાસે અસ્થમા અને અન્ય શ્વાસ સંબંધી માંદગીઓ માટે દવાઓ, ડૉઝ સ્વરૂપ અને સાધનોની વિશ્વની સૌથી મોટી શ્રૃંખલા છે. તેણે ભારતમાં ક્રાંતિકારી દવાઓ અને ઇન્હેલેશન થેરેપીમાં નવો ચિલો પાડ્યો છે અને અસ્થમનાના પ્રબંધનમાં વિશ્વને ઘણી નવી વસ્તુઓ આપી છે. ઉદાહરણ તરીકે તેના અનેક સાધન ઇન્હેલેશન થેરેપીમાં રૂપાંતરિત થયા છે. અને તેના ઉચ્ચ ગુણવત્તાવાળા મેડિકલ અપડેટ અને દર્દી શિક્ષા સામગ્રી ડૉક્ટર્સ અને દર્દીઓની મદદ કરે છે.

કંપનીએ ભારતમાં શ્વાસનળીના રોગો પર ભાર આપવાની સાથે શ્વાસ સંબંધી રોગો પર શોધ અને શિક્ષા માટે પૂના માટે ચેસ્ટ રીસર્ચ ફાઉન્ડેશન (Chest Research Foundation) ની સ્થાપના પણ કરી છે.

તેનું 75મું વર્ષ પૂરું થવા પર, આખા વિશ્વના લોકોની ઉન્નતિ અને સુરક્ષા માટે Cipla એ તેના સમર્પણનો ફરી એકરાર કર્યો છે. બ્રીધફ્રી (Breathefree) લોકોને આપવામાં આવનારી સેવાની દિશામાં કરવામાં આવેલ એક પહેલ છે, જેને શૈક્ષણિક અનુદાન દ્વારા નાણાંકીય સહાયતા પ્રાપ્ત છે.

For more information log on to www.cipla.com