Home
  Breathe Free
આ ઉધરસ છે કે અસ્થમા?
સારવાર અને નિયંત્રણ
વારંવાર પૂછાતા પ્રશ્નો
 
બાળકોના ટ્રિગર્સ સામાન્ય પ્રશ્નો બાળકોના અનુભવ બાળકોના ઇન્હેલર્સ
 

બાળકોમાં અસ્થમા

Important Points to Remember

અસ્થમાના કારકો કયા?

કારકો તેવી વસ્તુઓ છે જે તમારા બાળકમાં અસ્થમાનો હુમલો શરુ કરી શકે છે અને તેને વધુ ખરાબ બનાવી શકે છે. કારકો બધે જ હોય છે. તમારું ઘર, શાળા, રમતગમતનું મેદાન પણ ટ્રિગર્સથી ભરેલા હોઈ શકે છે.

તમારા બાળક માટે અસ્થમાના કેટલાક સામાન્ય ટ્રિગર્સ આ પ્રમાણે હોઈ શકે :
ધૂળ અને ધુમાડો
ઝાડવામાંથી પરાગરજ
શાળામાં ચોકની રજકણો
વાતાવરણમાં પરિવર્તન
તીવ્ર સંવેદનાઓ જેવી કે હસવું અને રડવું
રુંવાટીવાળા પ્રાણીઓના વાળ અને પક્ષીઓના પીંછા
શારીરિક શ્રમ અને વ્યાયામ

તમારા બાળક માટે ફક્ત એક જ કારક હોઈ શકે અથવા તમારા ધ્યાન ઉપર અનેક વસ્તુઓ આવશે જે અસ્થમા ઉત્તેજક તરીકે કાર્ય કરતી હોય. એક વખત તમને જાણ થઇણ જાય કે તમારા બાળકનો અસ્થમા શેનાથી ઉત્તેજીત થાય છે (શરૂ થાય છે), અગત્યનું તે છે કે તમે આ ટ્રિગર્સને નિયંત્રિત કરવા માટે પગલા લો. જ્યારે તમે તમારા ઘરમાંથી ટ્રિગર્સ દૂર કરો અથવા તમારા બાળકને આ ટ્રિગર્સથી દૂર કરો જે બહાર હોય, તમે તમારા બાળકને નિરોગી રહેવામાં મદદ કરો છો_અને જેથી અસ્થમાના હુમલા વધુ ઓછા થાય છે. ડૉકટર સાથે મળીને તમારા બાળકના ટ્રિગર્સ ઓળખવા બાબત કાર્ય જરૂર કરશો.

જો આ તમારા બાળકનું ટ્રિગર હોય
તમે કરી શકો છો તે આ છે
 
ધૂળની માઇટ્સ (જીવાત) જે ચાદરો, કામળા, ઓશિકા, ગાદલા, નાજુક ફર્નિચર, ગાલીચા અને તમારા બાળકના સ્ટફ કરેલા રમકડામાં જીવે છે.






 
બિસ્તરને અઠવાડિયામાં એક વખત ગરમ પાણીથી ધોવું
સંપૂર્ણપણે સુકવી નાખવું
ઓશિકાં તથા ગાદલા ઉપર ધૂળથી સુરક્ષિત આવરણોનો ઉપયોગ કરવો.
ગાલીચા ટાળો
ગાલીચા રાખવા જરૂરી હોય જ તો તેને દર અઠવાડિયે વૅક્યુમ કરો અને ઘરમાં તમારું બાળક ન હોય ત્યારે સાફસફાઇ કરો અને ધૂળ સાફ કરો.
તેવા સ્ટફ કરેલા રમકડા પસંદ કરો જે તમે ધોઇ શકો.
સ્ટફ કરેલા રમકડા ગરમ પાણીમાં ધોવા.
સંપૂર્ણપણે સુકવી કાઢો તમારું બાળક
રમકડાથી રમે ત્યાર પહેલા.

 
તમારા ઘરમાં હોય તેવા પ્રાણીઓ, જેવા કે બિલાડા, અને કુતરાં.




 
દર અઠવાડિયે વૅક્યુમ કરો જેનાથી પાળેલા પ્રાણીના વાળ અને ધૂળ પર નિયંત્રણ કરી શકાય.
રુંવાટીવાળા અને પીંછાવાળા પ્રાણીઓ રાખવાનું સંપૂર્ણપણે ટાળો. તેઓને તમારા મુખ્ય તથા સુવાના ક્ષેત્રોમાં રહેવાથી દૂર કરો.
પાળલું પ્રાણી રાખવું જ હોય તો માછલી પાળો.
 

 
ખોરાક





 
જ્યારે મોટાભાગના અસ્થમા સાથેના લોકોએ કડકપણે કોઇ આહાર અનુસરવાનો હોતો નથી, કેટલાક બાળકો સુકા મેવા, ઇંડા, ગાયનું દૂધ, છીપલાવાળી માછલી, કૃત્રિમ રંગોની એલર્જી ધરાવી શકે છે... કૃપા કરી તમારા બાળકના ટ્રિગર પર નજર રાખો, શક્ય હોય એટલું તેને ટાળો અને તે મુજબ ડૉકટરને જાણ કરો.
 

 
વ્યાયામ












 
અસ્થમા માટે સારામાં સારી કસરતો છે યોગ અને તરણ તથા દોડ જેવી રમતગમતો, કારણ કે તેમાં એકધારુ દોડવાનું હોતું નથી. કસરત કરતા પહેલા કેટલાક અસ્થમા સાથેના બાળકોને શ્વાસમાં તરત રાહત આપનારી દવાઓના ઉપયોગથી લાભ થાય છે.
તમારા બાળકના ડૉકટર સાથે, તમારું બાળક કોઇ રમતગમતમાં જોડાય તે પહેલા સલાહ મસલત કરશો.
તમારા બાળકને કટોકટીમાં શાંત રહેવા શીખવો અને શિક્ષકને તાત્કાલિક જાણ કરો.
હંમેશા તમારા બાળકની રિલીવર તેની કીટમાં એક વધારાના પૅક સાથે સુલભ રાખો, અને શાળાને તમારા ટેલીફોન નંબર સહિત કટોકટીના લેખિત સૂચનો આપી રાખો.
 

 
વાંદા

 
કાઉન્ટરો, સિંક, ટેબલો અને ફર્શ સાફ રાખો અને અવ્યવસ્થાથી મુક્ત રાખો.
રાત્રભર સિંકમાં એંઠા વાસણો રહેવા ન દો.
ખોરાકને હવા પ્રત્યે ચુસ્ત પાત્રોમાં ભરો.
કચરાના ડબ્બાઓ ઢાંકેલા રાખો.
 

 
ભેજવાળી જગ્યાઓ પર ઉગી નીકળતી ફુગ જેમ કે રસોડા, શૌચાલયો તથા ભોંયરા.








 
જો કઠણ સપાટીઓ પર તમે ફુગ અથવા મોલ્ડ જુઓ, તો તેને સાબુ અને પાણીથી સાફ કરી નાખો. તે જગ્યાને સંપૂર્ણપણે સુકાઇ જવા દો.
તમે ફુવારા નીચે સ્નાન કરતા હોવ ત્યારે, રસોઇ કરતા અથવા વાસણો માંજતી વખતે બહાર ફેંકતી હવાવાળો પંખો અથવા ખુલ્લી બારીનો બાથરૂમમાં તથા રસોડામાં ઉપયોગ કરો.
બને એટલું ઝડપથી પાણી લીક થતું હોય તેનું સમારકામ કરાવી લેશો
જેથી ફુગની વૃદ્ધિ ન થાય.
ફુગ થતી રોકવા માટે ભેજવાળી અથવા ભીની વસ્તુઓ પૂર્ણતઃ
સુકવી કાઢો.
 

 
ધૂમ્રપાન અને બાહ્ય હવાનું પ્રદુષણ






















 
ધૂમ્રપાન ન કરશો અને તમારા બાળકની પાસે કોઇને પણ તેમ કરવાની છુટ ન આપશો, અથવા તમારા ઘરમાં પણ નહીં.
પરિવારના સભ્યોને બહાર જઇશ ધૂમ્રપાન કરવાની વિનંતી કરો, કારણ કે ધુમાડો લાંબા સમય સુધી પડદા, સોફા અને ગાલીચા ઉપર વળગી રહે છે અને આ તમારા બાળક માટે એક મોટો ટ્રિગર સાબિત થઇે શકે.
હવાની ગુણવત્તા સારી હોય તેવા સમયે તમારા બાળકને બહાર રમવા દેશો.
લાંબાગાળા માટે વધુ પડતું દોડવાનો સમાવેશ થતો હોય તેવી બાહ્ય રમતો પર મર્યાદા લાદો.
તમારા બાળકની અસ્થમાની ચેતવણીના ચિહ્નો પર ધ્યાન આપશો. તમને જો ચિહ્નો દેખાવા લાગે તો બાહ્ય પ્રવૃતિને મર્યાદિત કરશો. તમારા બાળકના ડૉક્ટર સાથે આ વિશે ખાતરીપૂર્વક વાત કરી લેશો.
જો તમારા ધ્યાન પર આવે કે તમે અમુક ઉત્પાદનો ઉપયોગ કરો ત્યારે તમારા બાળકનો અસ્થમા વકરે છે, તો અલગ ઉત્પાદનો ઉપયોગ કરવાનું વિચારશો. તમારું બાળક ઉત્પાદોમાંના રસાયણો પ્રત્યે એલર્જીક હોઈ શકે. અધ્યયનો દર્શાવે છે કે એક જ મચ્છરની કૉઇલ (અગરબત્તી) તમારા બાળકને ૭૫ થી ૧૩૭ સિગારેટો બરાબર કણ પદાર્થ હવા જેટલું નુકશાન કરે છે.
 

 
ક્લીનર્સ (સફાઇના દ્રાવણો), પેઇન્ટ, અધેસિવ (ચીપકાવવાના પદાર્થો), પેસ્ટિસાઇડ્સ (જંતુનાશકો), કૉસ્મેટિક્સ, મચ્છરની અગરબત્તીઓ અથવા એર ફ્રેશનર્સ સહિતના રાસાયણિક પજવનારા પદાર્થો.


 
ઉત્પાદ જો તમારે ઉપયોગમાં લેવો જ હોય તો ખાતરી કરી લો કે તમારું બાળક આસપાસ નથી.
બારી, બારણા ખોલી નાખો, અથવા બહાર ફેંકતી હવાવાળા પંખાનો ઉપયોગ કરો.
લેબલ પર આપવામાં આવેલ સૂચનો અનુસરવાનું હંમેશ યાદ રાખો.
 


કૃપા કરી નોંધો :આ કોઇ સર્વ સમાવિષ્ટ ટ્રિગર્સની યાદી નથી. જો તમારા બાળકને અસ્થમા હોય તો તમારે
તમારા બાળકના ટ્રિગર ઉપર નજર રાખવાની છે અને તેની સાથે સંપર્ક ટાળવાનું તમારા બાળકને કહેવાનું રહેશે. તમારા ડૉકટર સાથે હંમેશા સલાહ મસલત કરશો જો તમને તમારા બાળકના ટ્રિગર્સ, લક્ષણો અને સારવાર વિશે કોઇ શંકા હોય.



  ©2010 બ્રીથ ફ્રી, સર્વાધિકાર સુરક્ષિત.