એલર્જીક નાસિકા પ્રદાહ

વિશે

જ્યારે તમે ધૂળ કે ધુમાડાવાળા વાતાવરણમાં હો ત્યારે તમને વારંવાર છીંકો આવે છે? જો હા તો એવી શક્યતા ઘણી છે કે તમને તેની ઍલર્જિ હોય.

તમારા શરીરનું રોગપ્રતિકારક તંત્ર (જે ઇમ્યૂન સિસ્ટમ પણ કહેવાય છે) તે તમને જંતુઓ (વિષાણુઓ અને બૅક્ટીરિયા) જેવા નુકસાનકારક પદાર્થો સામે લડવામાં મદદ કરે છે અને તમારું રક્ષણ કરે છે. જ્યારે તમને કશાકની ઍલર્જિ હોય ત્યારે તેનો અર્થ એ છે કે તમારું રોગપ્રતિકારક તંત્ર કશીક એવી ચીજ સામે તમારું રક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે સંપૂર્ણપણે હાનિરહિત હોય - જેમ કે ધૂળ અથવા છોડની પરાગરજ અને વૃક્ષો અને ક્યારેક અમુક ખોરાકી ચીજો. ઍલર્જિથી શરીરના કોઈ પણ ભાગને અસર થઈ શકે છે, જેમ કે ત્વચા, આંખો અને નાક.

જ્યારે તમને કશાકની ઍલર્જિ હોય ત્યારે તેનો અર્થ એ છે કે તમારું રોગપ્રતિકારક તંત્ર કશીક એવી ચીજ સામે તમારું રક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે સંપૂર્ણપણે હાનિરહિત હોય.

ઍલર્જિ બહુ સામાન્ય હોય છે અને તે કોઈ પણને અસર કરી શકે છે. જોકે, જો તમારાં કોઈ પણ કુટુંબીજનો ઍલર્જિનો ઇતિહાસ ધરાવતાં હોય તો તમને ઍલર્જિ થવાની સંભાવના વધારે હોય છે.

ઍલર્જિક રાઇનાઇટિસ એ એવી ઍલર્જિ છે જે વિશિષ્ટપણે નાકને અસર કરે છે. જ્યારે તમને કશાની ઍલર્જિ હોય એવી વસ્તુ તમારા શ્વાસમાં જાય ત્યારે લક્ષણો દેખાવાની શરૂઆત થાય છે. તેને ઍલર્જન કહે છે. સૌથી સામાન્ય ઍલર્જન આ પ્રમાણે છે:

  • બહારના ઍલર્જન જેમ કે પરાગરજ અને ધુમાડો

  • અંદરના ઍલર્જન જેમ કે ધૂળના કણો, પાલતુ પ્રાણીના વાળ અથવા મૃત ત્વચાની પોપડીઓ અને મોલ્ડ (ફૂગ)

  • અન્ય દાહક પદાર્થો જેમ કે સિગારેટનો ધુમાડો, પરફ્યુમ, રસાયણો એન ઍક્ઝોસ્ટ ફ્યુમ્સ

વ્યાપકપણે જોતાં ઍલર્જિક રાઇનાઇટિસના બે પ્રકારો છે - સીઝનલ અને કાયમી.

સીઝનલ ઍલર્જિક રાઇનાઇટિસ ત્યારે થાય છે જ્યારે તમારાં લક્ષણો વર્ષ દરમિયાન માત્ર અમુક સમયગાળા દરમિયાન જ દેખાય છે અથવા વણસે છે. જ્યારે તમને પરાગરજની ઍલર્જિ હોય ત્યારે આવું સામાન્યપણે થતું હોય છે, જે વર્ષના અમુક સમયગાળાઓ દરમિયાન પુષ્કળ જોવા મળે છે.

બીજી તરફ, કાયમી ઍલર્જિક રાઇનાઇટિસ ત્યારે થાય છે જ્યારે તમને આખા વર્ષ દરમિયાન લક્ષણો જણાય. જ્યારે ધૂળ, ધુમાડા, રજકણો વગેરે જેવી આખું વર્ષ હાજર રહેતી ચીજોની અમને ઍલર્જિ હોય ત્યારે આ વધારે સામાન્યપણે જોવા મળે છે.

Please Select Your Preferred Language