શ્વાસ

શ્વાસ ચડવાની ઘટના શું છે?

10 કઠેરા જેટલા દાદરા ચડવાની બાબત હોય કે વિશેષપણે શ્રમદાયક કસરત હોય, આપણે બધા ક્યારેય શ્વાસ ચડવાની ઘટનાનો અનુભવ કરીએ છીએ. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે બેચેની જેવું લાગે છે. જો તમે વધુપડતો શ્રમ કર્યો હોય તો શ્વાસ ચડવો એ સામાન્ય બાબત છે. તમે આ બધા સમયગાળા દરમિયાન ઝડપથી શ્વાસ લો છો જેથી શરીરને વધારે ઑક્સિજન મળે. જોકે, એકદમ સામાન્ય પ્રવૃત્તિઓ કરવા દરમિયાન તમને શ્વાસ ચડે તો ડૉક્ટરને મળવું જોઈએ.

શ્વાસ ચડવાની ઘટના એ બહુ મોટી સમસ્યા છે, જેમ કે અસ્થમા, ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મોનંરી લંગ ડિસીઝ (સીઓપીડી), એનિમિયા અને ચિંતા અને અન્ય સમસ્યાઓનાં લક્ષણો બતાવતી હોઈ શકે છે. જોકે, ચોક્કસ નિદાન અને યોગ્ય સારવાર વડે આ બધી સમસ્યાઓને સરળતાથી કાબૂમાં લઈ શકાય છે અને તેમનું નિયમન કરી શકાય છે.

જો તમને અચાનક શ્વાસ ચડે તો શું કરવું

1) ગભરાશો નહિ, કારણ કે તેનાથી તમને શ્વાસ ચડવાની સમસ્યા વકરશે

2) જો શ્વાસ ચડવાનું કોઈ સ્પષ્ટ કારણ ન હોય તો ડૉક્ટરને કૉલ કરો અથવા હૉસ્પિટલમાં જાઓ.

3) જો તમને અસ્થમા હોવાનું જાણીતું હોય તો તમારા ડૉક્ટરે સમજાવ્યા પ્રમાણે તમારા રિલીવર ઇન્હેલરનો ઉપયોગ કરો

For more information on the use of Inhalers, click here

To book an appointment with the nearest doctor, click here

Please Select Your Preferred Language