સ્થાયી ઉધરસ

વિશે

ખાંસી એ હવામાર્ગો અને ફેફસાંમાંથી દાહક પદાર્થો અને/અથવા સ્રાવો દૂર કરવાની શરીરની પોતાની રીત છે. ક્યારેક ક્યારેક ખાંસી આવે તો તે સમજી શકાય એવી સામાન્ય બાબત છે. પરંતુ સતત અને લાંબા સમયથી રહેતી ખાંસી એ કોઈ રોગ સૂચવતી હોઈ શકે. તો સતત રહેતી ખાંસી અને સામાન્ય ખાંસી વચ્ચે શો તફાવત છે? સતત રહેતી ખાંસી એ એવી ખાંસી છે જે પુખ્ત લોકોમાં થોડાં એટલે કે સામાન્ય રીતે આઠ
અઠવાડિયાંથી વધુ સમય ચાલે છે અને બાળકોમાં મહિના સુધી એટલે કે ચાર અઠવાડિયાં રહે
છે. ધૂમ્રપાન, બ્રોન્કાઇટિસ, અસ્થમા, સીઓપીડી અને શ્વસનમાર્ગના ચેપ એ સતત રહેતી
ખાંસીનાં કેટલાંક કારણો હોઈ શકે. જોકે, યોગ્ય નિદાન અને સારવાર સાથે તેને હંમેશાં કાબૂમાં
લઈ શકાય એમ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી.