ઇન્હેલર્સ

ઇન્હેલર્સ બાબતે કરવા જેવી અને ન કરવા જેવી બાબતો

જ્યારે અસ્થમા અને સીઓપીડી જેવી તમારી શ્વસનની સમસ્યાઓનો ઉપચાર કરવાની વાત આવે છે ત્યારે ઇન્હેલર્સ તમારા શ્રેષ્ઠ મિત્રો છે. અહીં કેટલીક ટિપ્સ છે જે તમારા ઇન્હેલરના કાર્યક્ષમ ઉપયોગ માટે અને તમારી શ્વસનની સમસ્યાને નિયંત્રણ હેઠળ રાખવામાં તમને મદદ કરશે. તમે ઇન્હેલરનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છો તેની ખાતરી કરવા માટે દર્દી માહિતી લિફલેટમાં ઉલ્લેખ કર્યા પ્રમાણેની સૂચનાઓનું પાલન કરો (ઇન્હેલર્સનો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવા માટે અહીં ક્લિક કરો)

કરવા જેવી બાબતો -

 • ગૂંચવાડો ઊભો ન થાય તે માટે તમારાં કન્ટ્રોલર અને રિલિવર ઇન્હેલર્સને લેબલ મારો

 • ઇન્હેલરના માઉથપીસને તમારા હોઠો વડે સીલ કરતાં પહેલાં બધો શ્વાસ બહાર કાઢી લો.

 • તમારા મોંમાંથી ઈન્હેલર દૂર કર્યા બાદ, તમારા શ્વાસ 10 સેકંડ માટે અથવા જ્યાં સુધી ફાવી શકે ત્યાં સુધી રોકી રાખો.

 • જો વધુ એક ડોઝ જરૂરી હોય તો બીજો ડોઝ લેતાં અગાઉ ઓછામાં ઓછી 1 મિનિટ માટે રાહ જુઓ

 • તમારા ઇન્હેલરમાં વધેલા ડોઝની સંખ્યા પર નિયંત્રણ રાખો.

 • ડોઝ કાઉન્ટર્સના કિસ્સામાં જ્યારે ડોઝ કાઉન્ટરનો રંગ બદલાઇને લીલામાંથી લાલ થાય અને બહુ ઓછા ડોઝ બાકી રહ્યા હોવાનું સૂચવે ત્યારે નવું ઇન્હેલર ખરીદવાનો વિચાર કરો

 • દર્દી માહિતીપત્રિકામાં ઉલ્લેખિત સફાઈ અને ધોવાની સૂચનાઓને અનુસરો.

 • પ્રવાસ કરવા દરમિયાન તમારું ઇન્હેલર તેના મૂળ પૅકેજિંગ અને તમારા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં રાખો

 • તમારા ડૉક્ટર સાથે વાત કરો અને ઇન્હેલર્સ વિશે તમને હોઈ શકે એવી કોઈ પણ શંકાઓ અંગે સ્પષ્ટતા કરો

આટલું ન કરશો:

 • તમારા ઇન્હેલરમાં શ્વાસ કાઢશો નહિ.

 • ડોઝ કાઉન્ટર્સના કિસ્સામાં, ડોઝ કાઉન્ટર પરની સંખ્યા સાથે ચેડાં કરશો નહિ

 • ઇન્હેલર્સને એક્સપાયરી ડેટ વિત્યા બાદ વાપરશો નહિ

 • હિતાવહ ડોઝથી વધારે ડોઝ લેશો નહિ