ગુપ્તતાની નીતિ

સિપ્લા લિમિટેડ તમને આ વેબસાઇટ “www.breathefree.com” (હવે પછી ‘‘વેબસાઇટ’’ તરીકે ઓળખવામાં આવશે) ઍક્સેસ કરતાં પહેલાં કે તેનો ઉપયોગ કરતાં પહેલાં ગોપનીયતા નીતિના આ નિવેદનને કાળજીપૂર્વક વાંચવાનું અને તેની સમીક્ષા કરવાની વિનંતી કરે છે. જો તમે આ વેબસાઇટ એક્સેસ કરવા કે તેનો ઉપયોગ કરવા માટે આગળ વધો તો તમે કોઈ પણ અપવાદો વિના આ ગોપનીયતાની નીતિના નિવેદનનું પાલન કરવા માટે સંમતિ આપી રહ્યા છો. જો તમે આ ગોપનીયતા નીતિના નિવેદન અંગે સંમતિ ન આપો તો તમે આ વેબસાઇટ એક્સેસ ન કરી શકો કે તેનો ઉપયોગ ન કરી શકો એમ બને. ‘‘સિપ્લા’’ લિમિટેડ, તેની પેટાકંપનીઓ, તેના સહયોગીઓ અને તેની ગ્રૂપ કંપનીઓ (હવે પછી સિપ્લા તરીકે ઓળખાશે) કોઈ પણ પૂર્વસૂચના વિના કોઈ પણ સમયે આ માહિતીમાં ઉમેરો કરવાનો, તેને દૂર કરવાનો કે તેમાં ફેરફાર કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.

વ્યક્તિગત રીતે ઓળખી શકાય એવી માહિતીનું એકત્રીકરણ

1. વેબસાઇટની રચના એવી રીતે કરવામાં નથી આવી કે તે જાતે કોઈ પણ વ્યક્તિગત રીતે ઓળખી શકાય એવી માહિતી એકત્ર કરે અને/અથવા મેળવે. તમે વેબસાઇટ એક્સેસ કરો અને/અથવા વ્યક્તિગત રીતે ઓળખી શકાય એવી કોઈ પણ માહિતી પૂરી પાડો નહિ તે સિવાય સિપ્લા તમને વ્યક્તિગત રીતે ઓળખી શકશે નહિ. 

2. માહિતીનું સક્રિય એકત્રીકરણ: તમે આ વેબસાઇટોનાં ડેટા ફિલ્ડમાં એન્ટર કરો એવી વ્યક્તિગત માહિતી સિપ્લા એકત્ર કરે છે. દાખલા તરીકે, વિવિધ વિષયો વિશે માહિતી મેળવવા માટે તમારું નામ, પોસ્ટલ એડ્રેસ, ઇમેલ એડ્રેસ, અને/અથવા અન્ય માહિતી સુપ્રત કરી શકો છો. તમારી ગુપ્તતાનું રક્ષણ કરવા માટે તમારે સિપ્લાને એવી કોઈ પણ માહિતી પૂરી પાડવી જોઈએ નહિ જે માટે વિશેષત: વિનંતી કરવામાં આવી હોય.

3. માહિતીનું પરોક્ષ એકત્રીકરણ: તમે સક્રિયપણે કોઈ માહિતી સુપ્રત કરતા ન હો તે વિના સિપ્લાની વેબસાઇટોની તમારી મુલાકાતો વિશે સિપ્લાની વેબસાઇટો માહિતી એકત્ર કરી શકે છે. આ માહિતી કૂકીઝ, ઇન્ટરનેટ ટેગ્ઝ અને વેબ બીકન્સ જેવી વિવિધ ટેકનૉલોજિઝનો ઉપયોગ કરીને એકત્ર કરવામાં આવી શકે છે. વેબસાઇટ આમાંથી કેટલીક માહિતી ગ્રહણ કરી શકે છે, જેમ કે તમે હમણાં જ જે વેબસાઇટની મુલાકાત લીધી હોય તેનું યુઆરએલ, ઇન્ટરનેટ પ્રોટોકૉલ (આઇપી) એડ્રેસીસ, જીપીએસ લોકેશન ડેટા, મોબાઇલ ફોન સર્વિસ પ્રોવાઇડર, ઑપરેટિંગ સિસ્ટમની વિગતો, તમારા કમ્પ્યૂટરનું બ્રાઉઝર વર્ઝન વગેરે. પરોક્ષ માહિતીના એકત્રીકરણની ટેકનૉલોજિઝથી આ વેબસાઇટના તમારા દ્વારા કરવામાં આવનારા ઉપયોગને વધુ સરળ બનાવી શકે છે, કારણ કે તેનાથી સિપ્લા બહેતર સેવાઓ પૂરી પાડી શકશે, ઉપભોક્તાઓની પસંદગીઓના આધારે સાઇટોને કસ્ટમાઇઝ કરી શકશે, આંકડાઓ ભેગા કરી શકશે, વલણોનું વિશ્લેષણ કરી શકશે અને અન્યથા વેબસાઇટનો વહીવટ કરી શકશે અને તેને સુધારી શકશે. ઓળખી શકાય એવી વધારાની માહિતી વિના આ ટેકનૉલોજિઝ દ્વારા એકત્ર કરવામાં આવેલી આવી માહિતીનો તમારી ઓળખ કરવા માટે ઉપયોગ કરી ન શકાય.

વ્યક્તિગત રીતે ઓળખી શકાય એવી માહિતીનો અભિપ્રેત ઉપયોગ

4. તમે વેબસાઇટથી પૂરી પાડો એવી વ્યક્તિગત માહિતીનો સિપ્લા તમારા પ્રશ્નોના જવાબો આપવા, કાર્યક્ષમ સંવાદ કરવા અને તમને કાર્યક્ષમતા સાથેની ગ્રાહક સેવા પૂરી પાડવા માટે કરશે. તમે વેબસાઇટ પર ફૉર્મ કે ડેટા ફિલ્ડમાં વ્યક્તિગત માહિતી એન્ટર કર્યા બાદ સિપ્લા તે વેબસાઇટને તમારી વ્યક્તિગત પસંદગીઓ, જેમ કે વેબસાઇટના એવા વિભાગો જેના પર તમે વારંવાર જતા હો અને જો તમે પસંદ કરો તો તમારા યુઝર આઇડીને ‘‘યાદ રાખવાની’’ અનુમતિ આપવા માટેની કેટલીક ઓળખ કરતી ટેકનૉલજિઝનો ઉપયોગ કરી શકે છે.

5. તમામ લાગુ પડતા કાયદાઓને અનુરૂપ હોય તે રીતે સિપ્લા તમારી માહિતી એકત્ર કરશે, તેનો સંગ્રહ કરશે અને ઉપયોગ કરશે. વેબસાઇટ પર કોઈ પણ ફૉર્મ કે ડેટા ફિલ્ડ્ઝમાં કોઈ પણ વ્યક્તિગત માહિતી એન્ટર ન કરવાનું પસંદ કરીને તમારા વિશે સિપ્લા જે પ્રમાણ અને પ્રકારની વ્યક્તિગત માહિતી મેળવશે તેને તમે હંમેશાં મર્યાદિત કરી શકો છો. જો તમે અમને યોગ્ય વ્યક્તિગત માહિતી પૂરી પાડો તો જ અમારી કેટલીક ઑનલાઇન સેવાઓ તમને પૂરી પાડી શકાશે. વેબસાઇટના અન્ય ભાગો એવું પૂછી શકે છે કે તમને જેમાં રસ પડી શકે એવી ઑફરો, પ્રમોશન અને વધારાની સેવાઓ માટે અમારી સંપર્કસૂચિઓમાં તમે સામેલ થવા માંગો છો કે નીકળી જવા માંગો છો. જો તમે સામેલ થવાનું પસંદ કરો તો અમે આ માહિતીનો ઉપયોગ માર્કેટિંગ અને પ્રમોશનના હેતુઓ માટે કરી શકીએ છીએ. દાખલા તરીકે, લાગુ પડતા કાયદા અનુસાર અને તમારી સંમતિ સાથે અમે તમને સમાચાર અને સૂચનાપત્રો, વિશેષ ઑફરો, પ્રમોશન મોકલવા અને અમારા મતે તમને જેમાં રસ હોઈ શકે એવાં ઉત્પાદો અથવા માહિતી વિશે તમારો સંપર્ક કરવા માટે અમે તમારા ઇમેલ એડ્રેસનો ઉપયોગ કરીશું.

સ્પામિંગ

6. સિપ્લા ‘‘સ્પામિંગને’’ સપોર્ટ કરતું નથી. સ્પામિંગ એટલે સામાન્ય રીતે વ્યાપારી પ્રકૃતિના વણજોઈતા ઇમેલ મોટી સંખ્યામાં અને વારંવાર એવા લોકોને મોકલવા જેમની સાથે મોકલનાર વ્યક્તિનો અગાઉ કોઈ સંપર્ક ન હોય અથવા જેમણે આવા ઇમેલ મેળવવાનું નકાર્યું હોય. તેથી વિપરીત, સિપ્લા સમયાંતરે પોતાના મુલાકાતીઓને તેમના રસનાં ક્ષેત્રો વિશેના ઇમેલ મોકલી શકે છે, જોકે તમને આવી સેવામાંથી નીકળી જવાનો વિકલ્પ આપવામાં આવશે.

માહિતી જાહેર ન કરવી

7. વેબસાઇટ પરની વ્યક્તિગત માહિતીને સિપ્લા, સિપ્લા જેની સાથે સંયુક્ત પ્રોગ્રામો કરતું હોય એવી કેટલીક માહિતી અને સિપ્લા માટે વ્યાપારી પ્રવૃત્તિઓ કરવા માટે સિપ્લા જેમની સાથે કરાર કરે એવા લોકો અને સંસ્થાઓ એક્સેસ કરી શકે છે. 

8. સિપ્લા અન્ય કોઈ પણ વ્યક્તિને તમારી વ્યક્તિગત માહિતી વેચતું નથી અથવા ભાડે આપતું નથી.

9. સિપ્લા વ્યક્તિગત માહિતી ત્રાહિત પક્ષ સાથે શેર કરી શકે છે, જો વધુ પ્રોસેસિંગ માટે અથવા પોતાના વ્યાપાર સાથેના અનુસંધાનમાં આમ કરવું જરૂરી હોય. આ સમય દરમિયાન શેર કરાયેલી માહિતી ત્રાહિત પક્ષકાર સાથેની ગોપનીયતાની સમજૂતી અને માહિતી મૂલ જેના માટે એકત્ર કરવામાં આવેલી એવા અભિપ્રેત હેતુ માટે લાગુ પડતા કાયદા અનુસાર હશે અને એવી ખાતરી કરવામાં આવશે કે આ તમામ ત્રાહિત પક્ષો સિપ્લાની ગોપનીયતા નીતિનું પાલન કરે.

10. જ્યારે અમને લાગે કે લાગુ પડતા કાયદાનું પાલન કરવા માટે તમારી વ્યક્તિગત માહિતી જાહેર કરવી જરૂરી હોય ત્યારે અમે તે જારી કરી શકીએ છીએ. જો સમીક્ષા બાદ અમારા નિર્ણય પ્રમાણે વ્યક્તિગત સ્વાસ્થ્ય માહિતી જાહેર કરવી કાયદા કે વિનિયમો દ્વારા જરૂરી હોય ત્યારે અમે તે જાહેર કરી શકીએ છીએ.

વ્યક્તિગત માહિતીનું રક્ષણ

11. વ્યક્તિગત રીતે ઓળખી શકાય એવી માહિતીનું રક્ષણ કરવા માટે સિપ્લા પૂરતા ટેકનિકલ અને સંગઠનાત્મક સલામતીનાં ઉપાયો જાળવશે.

12. એક નીતિ તરીકે, સિપ્લા એવા પ્રત્યેક વેબ પેજને સલામત કરે છે જે વ્યક્તિગત માહિતી એકત્ર કરે; જોકે, ઇન્ટરનેટ પર પ્રસારિત કરવામાં આવતી વ્યક્તિગત માહિતીની ગુપ્તતાની ખાતરી આપી શકાય નહિ. ઇન્ટરનેટ પર વ્યક્તિગત માહિતીનું પ્રસારણ કરતી વખતે અમે તમને તકેદારી રાખવાની વિનંતી કરીએ છીએ.

13. તમારી માહિતી જે અભિપ્રેત હેતુ માટે એકત્ર કરવામાં કે સુપ્રત કરવામાં આવી હોય તે હેતુથી આગળના સમયગાળા માટે સિપ્લા તમારી માહિતીનો સંગ્રહ કરવા માટે બંધાયેલું નથી.

અન્ય વેબસાઇટોની લિંક્સ

14. આ ગુપ્તતા નીતિ માત્ર સિપ્લાની વેબસાઇટોને જ લાગુ પડે છે. સિપ્લા અન્ય વેબસાઇટોની લિંક્સ પૂરી પાડી શકે છે, જે અમારી માનવા પ્રમાણે કદાચ તમારા રસની હોઈ શકે. આવી વેબસાઇટ પરની વિષયવસ્તુ, આવી વેબસાઇટોની લિંક્સના તમારા એક્સેસ, તમે પૂરી પાડો એવી વ્યક્તિગત માહિતીની સલામતી અથવા તે વેબસાઇટ દ્વારા એકત્ર કરાયેલ કોઈ પણ માહિતી માટે સિપ્લા જવાબદાર નથી. આવી વેબસાઇટો એક્સેસ કરવાનું જોખમ સંપૂર્ણપણે તમારું છે.

જ્યારે તમે અન્ય બહારની વેબસાઇટ પર લઈ જતી હાઇપરલિંક પર ક્લિક કરો ત્યારે તમે તે નવી બહારની વેબસાઇટની ગોપનીયતા નીતિને આધીન આવો છો. જ્યારે તમે આ બહારની વેબસાઇટ બ્રાઉઝ કરો ત્યારે સિપ્લા લિમિટેડ અથવા તેના કોઈ પણ નિર્દેશકો, એજંસીઓ, ઑફિસરો અથવા કર્મચારીઓ આ બહારની સાઇટ દ્વારા પ્રકાશિત માહિતીની ચોકસાઈ, વિશ્વસનીયતા અને સમયસૂચકતાની ખાતરી આપતા નથી, કે તેઓ કોઈ પણ સંબંધિત વિષયવસ્તુ, દૃષ્ટિબિંદુઓ, ઉત્પાદો અથવા સેવાઓનું સમર્થન કરતા નથી અને ત્યાં પૂરી પાડવામાં આવેલી માહિતીની ચોકસાઈ, વિશ્વસનીયતા કે સમયસૂચકતા પર વિશ્વાસ કરવાથી થતા કોઈ પણ નુકસાન માટે તેમને જવાબદાર ઠેરવી શકાશે નહિ.

બાળકો દ્વારા અમારી વેબસાઇટોનો ઉપયોગ

15. સિપ્લા આ વેબસાઇટ પર બાળકો પાસેથી કોઈ પણ વ્યક્તિગત માહિતી ઇરાદાપૂર્વક એકત્ર કરતું નથી કે તેનો ઉપયોગ કરતું નથી (બાળકો એટલે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર લોકો). અમે ઇરાદાપૂર્વક બાળકોને અમારી સાથે સંવાદ કરવાની કે અમારી કોઈ પણ ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરવાની અનુમતિ આપતા નથી. જો તમે માતા કે પિતા હો અને તમને જાણ થાય કે તમારા બાળકે અમને માહિતી પૂરી પાડી છે તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અને અમે આ સમસ્યાના સમાધાન માટે તમારી સાથે કામ કરીશું.

વેબસાઇટ પર તમારી વ્યક્તિગત માહિતી એક્સેસ કરવાનો અધિકાર

16. જો તમે તમારી જાતે વેબસાઇટ પર વ્યક્તિગત માહિતી એન્ટર કરી હોય તો તેની સમીક્ષા કરવા, તેમાં ફેરફાર કરવા, ઉમેરો કરવા કે તેને દૂર કરવા માટે તમે તમારી પ્રોફાઇલ પર ઉપલબ્ધ એડિટ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ સમસ્યા જણાય તો તમે તે માટે અમારો સંપર્ક કરી શકો છો.

17. જો તમે અમને પૂરી પાડેલી વ્યક્તિગત માહિતીના ઉપયોગ, તેમાં સુધારા કે તેને ડિલીટ કરવા વિશે તમને કોઈ પણ પ્રશ્નો હોય અથવા તમે સિપ્લાના વ્યાપાર કે સિપ્લાના ચોક્કસ પ્રોગ્રામ તરફથી ભાવિ સંવાદોમાંથી નીકળી જવા માંગતા હો તો કૃપા કરીને તમે જે વેબસાઇટ પર હો તેની સંપર્કની લિંક પર ક્લિક કરીને અથવા અમને privacy@cipla.com પર ઇમેલ કરીને ‘‘અમારો સંપર્ક’’ કરો. વૈકલ્પિક રીતે તમે નીચેના સરનામે અમને પત્ર મોકલી શકો છો:
ધ્યાનાર્થે: કાનૂની વિભાગ, સિપ્લા લિમિટેડ, ટાવર 1, પહેલો માળ, પેનિન્સ્યુલા બિઝનેસ પાર્ક, ગણપતરાવ કદમ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ- 400 013, ભારત

18. સિપ્લાને કરાતા તમામ પત્રવ્યવહારોમાં કૃપા કરીને રજિસ્ટ્રેશન માટે વપરાયેલા ઇમેલ એડ્રેસ (જો લાગુ પડતું હોય તો), વેબસાઇટનું એડ્રેસ અને તમારી વિનંતીની વિસ્તૃત સમજૂતીનો સમાવેશ કરો. જો તમે તમારી વ્યક્તિગત માહિતી ડીલીટ કરવા કે તેમાં સુધારો કરવા માંગતા હો અને ઇમેલથી અમારો સંપર્ક કરી રહ્યા હો તો કૃપા કરીને ઇમેલની સબ્જેક્ટ લાઇનમાં લાગુ પડતું હોય તે પ્રમાણે ડિલીટ કરવાની વિનંતી કે સુધારાની વિનંતી કરો. તમામ વાજબી વિનંતીઓનો સમયસર પ્રતિસાદ આપવા માટે અમે અમારાથી બનતો પ્રયત્ન કરીશું.

નીતિમાં ફેરફાર

19. ટેકનોલોજીની પ્રગતિ, કાનૂની અને વિનિયમો સંબંધી ફેરફારો અને વ્યાપારનાં સારાં આચરણો દર્શાવવા માટે પૂર્વ નોટિસ વિના આ ગુપ્તતાની નીતિમાં સુધારો કરવાનો અધિકાર સિપ્લા આરક્ષિત રાખે છે. જો સિપ્લા પોતાનાં ગુપ્તતાનાં આચરણોમાં ફેરફારો કરે તો નવી ગુપ્તતાની નીતિ તે ફેરફારો દર્શાવશે અને આ ફકરામાં સુધારેલી ગુપ્તતાની નીતિ અમલી બનવાની તારીખ નક્કી કરવામાં આવશે. 

20. આ ગુપ્તતાની નીતિને છેલ્લે 1 ઑક્ટોબર 2017ના રોજ અપડેટ કરવામાં આવી હતી અને તે આ તારીખથી અમલી છે.

Please Select Your Preferred Language