પ્રેરણા

ભગવાન તમારું ભલું કરે!

એક દિવસ એક છીંક આવી તેની સાથે આ બધાની શરૂઆત થઈ. અલબત્ત, એક છીંક તમારું જીવન બદલી શકે નહિ. પરંતુ સતત 15થી 20 મિનિટ છીંકો ખાવાથી તેમ થઈ શકે છે. અને જો તમને થાક લાગે ત્યાં સુધી છીંકો આવે તો તમારું જીવન ફરીથી ક્યારેય અગાઉના જેવું થશે નહિ.

શરૂઆતમાં મને લાગ્યું કે મને શરદી હશે. પરંતુ એ પછી છીંકોના હુમલા આખો દિવસ આવવા લાગ્યા. શરૂઆતમાં જ્યારે પણ વાતચીત દરમિયાન મને છીંક આવે ત્યારે મારાં મિત્રો અને કુટુંબીજનો મજાકમાં મને અપશુકનિયાળ કહેતાં. મેં પણ આ વાત હસવામાં કાઢેલી.

પરંતુ એ પછી વાત ગંભીર બનતી ચાલી. અંધશ્રદ્ધા બહુ ઊંડી હતી અને મને છીંકો બહુ વારંવાર આવતી હતી. દરેક વખતે મનહૂસ જેવા શબ્દો મારા કાનની વીંધતા. અને સતત છીંકોને કારણે મારી છાતી કરતાં પણ તેનાથી વધારે દુ:ખ થતું.

મેં ક્યારેય વિચાર્યું નહોતું કે છીંકો આવવી એ રોગનો ભાગ હોઈ શકે. મારા નાકમાંથી સતત પ્રવાહી દદડ્યા કરતું અને આંખોમાં પાણી રહેતું. છેલ્લે, હું એક ડૉક્ટર પાસે ગયો, જેમણે મને સમજાવ્યું કે મારા રોગનું નામ ઍલર્જિક રાઇનાઇટિસ છે. પ્રથમ તો હું આ રોગથી ખૂબ ભયભીત થઈ ગયો. મેં સારવાર અને દવાઓ લેવાં શરૂ કર્યાં. ધીમે ધીમે મારું જીવન ફરીથી પાટે ચડવા લાગ્યું. અને આજે મારો ઍલર્જિક રાઇનાઇટિસ એકદમ કાબૂમાં છે.

હું ક્યારેક નસીબમાં માનતો નહોતો, ખાસ કરીને મનહૂસ તરીકે. પરંતુ મને લાગે છે કે મારા ડૉક્ટરે મારી સ્થિતિનું યોગ્ય નિદાન કરવામાં મદદ કરી એ મારું સદ્ ભાગ્ય હતું. મને આશા છે કે મારા જેવી સ્થિતિવાળા અન્ય લોકો સાથે પણ એવું થાય. અને મારી જેમ તેઓ પણ સામાન્યની જેમ જીવન જીવી શકે; જેથી તેમની છીંકોનું સ્થાન સ્મિત લે.