એલર્જીક નાસિકા પ્રદાહ

રોગનાં લક્ષણો

જ્યારે તમે કોઈ ઍલર્જનના સંપર્કમાં આવો ત્યારે સામાન્ય રીતે ઍલર્જિક રાઇનાઇટિસનાં લક્ષણો જોવા મળે છે અને તેમને ઓળખવાં બહુ સરળ છે. કેટલાંક પ્રારંભિક લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • વારંવાર છીંકો આવવી, ખાસ કરીને સવારના શરૂઆતના કલાકોમાં

  • નાક દદડવું અને પાતળી, ગળા અને નાકની ગ્રંથિઓ સતત ગળફો પેદા કરે જેને કારણે ગળામાં દુખાવો થઈ શકે છે

  • આંખોમાં પાણી આવવાં અને ખંજવાળ

  • કાન, ગળા અને નાકમાં ખંજવાળ

એવાં લક્ષણો કે જે બાદમાં થઈ શકે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • નાક જામ થવું

  • માથાનો દુખાવો

  • થાક અને ચીડિયાપણું

  • કાન અવરોધાઈ જવા

  • સ્વાદની સંવેદના ઘટવી

સમય વીતવાની સાથે ઍલર્જન તમને ઓછી અસર કરે અને તમારાં લક્ષણો અગાઉ કરતાં ઓછાં તીવ્ર બને તેમ બની શકે છે.

 

 

ઍલર્જિક રાઇનાઇટિસ વિરુદ્ધ શરદી

ઍલર્જિક રાઇનાઇટિસનાં લક્ષણોને ભૂલથી શરદીનાં લક્ષણો માની લેવામાં એમ બની શકે છે. જોકે, લક્ષણોમાં કેટલાક તફાવતો હોય છે જે તમને આ બે વચ્ચે ફર્ક કરવામાં મદદ કરી શકે.

ઍલર્જિક રાઇનાઇટિસ

શરદી

ઍલર્જનને કારણે થાય છે

જંતુઓને કારણે થાય છે

તમને સામાન્ય રીતે તાવ આવતો નથી કે કળતર થતું નથી

તમને તાવ અને કળતર થાય છે

તમારા નાકમાંનું મ્યુકસ પારદર્શક અને પાણીવાળું હોય છે

તમારા નાકમાંનું મ્યુકસ પીળું અથવા લીલું અને જાડું હોય છે

તમને છીંકોનો હુમલો આવતો બંધ થાય તે પહેલાં ઘણી છીંકો આવે

છીંકો અવારનવાર ન આવે, અને સામાન્ય રીતે એક સમયે બહુ ઓછી છીંકો આવે

આંખોમાં બહુ જ પાણી આવે

આંખોમાં પાણી ન આવે

લક્ષણો થોડા દિવસો કરતાં વધારે સમય ચાલે

લક્ષણો થોડા દિવસોમાં ચાલ્યાં જાય

 

જો તમને લાગે કે તમને ઍલર્જિક રાઇનાઇટિસનાં કોઈ પણ/બધાં લક્ષણો છે તો યોગ્ય નિદાન અને સારવાર માટે તમે તમારા ડૉક્ટર સાથે પરામર્શ કરો તે જરૂરી છે. ઍલર્જિક રાઇનાઇટિસની યોગ્ય સમયે સારવાર કરવી જરૂરી છે, કારણ કે તેનાથી અસ્થમા, કાનના ચેપો અને સાઇનસનો સોજો જેવા ઉપદ્રવો થઈ શકે છે.

 

જમણી બાજુનાં બૅનરો

જમણી બાજુનું બૅનર #1 - પુષ્પેન્દ્ર સિંહ પોતાના ઍલર્જિક રાઇનાઇટિસને હરાવીને સારું જીવન જીવી રહ્યા છે. (પ્રેરણાદાયક વાર્તા)

જમણી બાજુનું બૅનર #2 - જેમને ઍલર્જિ હોય એવી દરેક વ્યક્તિને ઍલર્જિક રાઇનાઇટિસ થાય છે? (વારંવાર પૂછાતા પ્રશ્નો)

જમણી બાજુનું બૅનર 3 - જેમણે પોતાની શ્વસનની સમસ્યાઓ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો છે એવા લોકો સાથે જોડાવા માટે સમાજમાં જોડાઓ (બ્રીધફ્રી કમ્યુનિટિ)

 

Please Select Your Preferred Language