પ્રેરણા

લાઇફ 2.0

યુવા હોવા વિશે એક ખાસ બાબત છે - યુવાવસ્થા એ આનંદ કરવા અને વિવિધ અનુભવો લેવાની અવસ્થા છે. આજથી 20 કે 25 વર્ષ પછી આપણી સાથે શું થવાનું છે તેના વિશે વિચાર કરવાનું વલણ આપણે ધરાવતા નથી. મારી સમસ્યાની આ સાથે શરૂઆત થઈ. જ્યારે હું યુવાન હતો ત્યારે મેં ધૂમ્રપાન શરૂ કર્યું અને એ વખતે તેનાથી મારી જિંદગીમાં પાછળથી કેટલી ખરાબ અસર થશે એ વિશે કંઈ વિચાર્યું નહિ. મેં ઘણી વખત ધૂમ્રપાન છોડવાની કોશિશ કરી, પરંતુ મેં હંમેશાં એવા તર્ક વડે મન મનાવવાની કોશિશ કરી કે હું ધૂમ્રપાનની આદત ધરાવતો એક સ્વતંત્ર યુવાન છું. મારી સાથે ખરાબમાં ખરાબ શું થવાનું હતું?'

 

જવાબ માત્ર ચાર અક્ષરોનો હતો - સીઓપીડી.

 

લક્ષણો શરૂઆતમાં હળવાં હતાં, જેમાં શ્વાસ ચડવો કે વારંવાર ખાંસી થતી હતી જેની મેં અવગણના કરી. પ્રથમ તો મને લાગ્યું કે આ વૃદ્ધાવસ્થાનાં જ ચિહ્નો હશે અને તેમનાં વિશે બહુ વિચાર્યું નહિ. પરંતુ સમય વીતવાની સાથે સ્થિતિ વકરતી ગઈ. કરિયાણું ખરીદવું અથવા બાથરૂમ જવા જેવાં સામાન્ય કામોમાં પણ મને શ્વાસ ચડવા માંડતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે બાથરૂમમાં એકલા જતાં મને ડર લાગતો અને પછી હું પથારીવશ થયો.

 

વિવિધ ઉપચારો અને ‘સારવારો’ નિષ્ફળતાપૂર્વક અજમાવી જોયાં બાદ હું માત્ર એટલું જ જાણતો હતો કે મારે મારી સ્થિતિ વિશે કંઈક કરવું જરૂરી હતું. ડૉક્ટર સાથે મુલાકાત બાદ મને ખબર પડી કે મને સીઓપીડી છે. પહેલી વખત ડૉક્ટરે મારી આગળ તેનો ઉલ્લેખ કર્યો ત્યારે મને લાગ્યું કે આ ડૉક્ટરે ઉપજાવી કાઢેલી કોઈ સ્થિતિ છે. મેં જ્યારે એવું કહ્યું ત્યારે તેમણે સમજાવ્યું કે કઈ રીતે ધૂમ્રપાનથી મારાં ફેફસાં અને હવામાર્ગો પર અસર પડી હતી અને મને કઈ રીતે સીઓપીડી થયો.

 

મને ખ્યાલ આવી ગયો કે આ સાથે મારા માટે બધી આશાઓનો અંત આવી ગયો છે. તે પછી ડૉક્ટરે મને કહ્યું કે સીઓપીડીને કાબૂમાં લઈ શકાય છે. શરત એ કે મારે યોગ્ય સારવાર લેવી જોઈએ અને જીવનશૈલીમાં થોડા ફેરફારો કરવા જોઈએ. આજે હું અગાઉની જેમ જ સ્વતંત્રપણે અને ખુશીથી મારું જીવન જીવું છું. મેં ધૂમ્રપાન છોડ્યું અને યોગ્ય સારવાર કરાવી તેના કારણે મારા ડૉક્ટર કહે છે કે હું મારા સીઓપીડીને કાબૂમાં રાખવા માટે યોગ્ય રસ્તે જઈ રહ્યો છું.

 

હવે કોઈ જગ્યાએ એકલા જવામાં કે કંઈ પણ ખાવામાં મને બિલકુલ ડર લાગતો નથી. મારી જેમ, મને આશા છે કે સીઓપીડીથી ગ્રસ્ત લોકોને એવો ખ્યાલ આવે કે આ રોગને કારણે જીવનનો અંત આવી જતો નથી અને યોગ્ય નિદાન, સારવાર અને જીવનશૈલીના ફેરફારોથી તમે સ્વાસ્થ્યપ્રદ અને સક્રિય જીવન જીવી શકો છો

Please Select Your Preferred Language