એલર્જીક નાસિકા પ્રદાહ

સારવાર

ઍલર્જિક રાઇનાઇટિસ માટેની શ્રેષ્ઠ સારવાર એ શક્ય તેટલી હદે તમારા ઍલર્જન ટાળવાનો પ્રયત્ન કરવો એ છે.

ઍલર્જન કેવી રીતે ટાળવા

દાખલા તરીકે, બહારના ઍલર્જનના સંસર્ગમાં આવવાનું ટાળવા માટે તમે નીચેની તકેદારીઓ લઈ શકો છો:

પરાગરજની સીઝન દરમિયાન સવારના મધ્ય ભાગમાં અને સાંજના પ્રારંભિક સમયમાં અથવા બહાર પવન ફુંકાતો હોય ત્યારે ઘરમાં રહો, કારણ કે આ સમયગાળાઓમાં હવામાં પરાગરજના કણોની સંખ્યા વધારે હોય છે.

બાગકામ કરવા દરમિયાન કે કોઈ ધૂળવાળી જગ્યાની મુલાકાત લેવા દરમિયાન માસ્ક પહેરો

કપડાં અને ટુવાલ બહાર સૂકવશો નહિ, કારણ કે પરાગરજ અને ધૂળ તેમનાં પર ચોંટે છે

જ્યારે તમે બહાર હો ત્યારે હંમેશાં ચશ્માં/સનગ્લાસિસ પહેરો, જેથી તમારી આંખોનું રક્ષણ થઈ શકે. આંખો ચોળશો નહિ, કારણ કે તેમ કરવાથી આંખોમાં ચચરાટ થશે અને તેનાથી તમારાં લક્ષણો વધારે ખરાબ થઈ શકે છે.

દાખલા તરીકે, ઘરની અંદરના ઍલર્જનના સંસર્ગમાં આવવાનું ટાળવા માટે તમે નીચેની તકેદારીઓ લઈ શકો છો:

બારીઓ બંધ રાખવાનો પ્રયત્ન કરો

કોરા કપડા વડે સફાઈ કે ઝાડુ વાળવાને બદલે ભીના કપડા કે પોતા વડે ફર્શ સાફ કરો.

જો દીવાલો પર મોલ્ડ (ફૂગના) પૅચીઝ હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે નિયમિતપણે દીવાલો સાફ કરો

તમારા ધાબળા, ઓશિકાનાં કવર અને ચાદરોને ગરમ પાણીમાં અવારનવાર ધુઓ.

સમયે સમયે કાર્પેટ અને પડદા સાફ કરાવો

તમારા તમામ બેડિંગ એટલે કે ઓશિકા, ચટ્ટાઈ, કમ્ફર્ટર્સ વગેરે માટે માઇટપ્રૂફ કવરનો ઉપયોગ કરો જેથી તમે ડસ્ટ માઇટના સંસર્ગમાં આવો એવી શક્યતા ઓછી કરી શકાય

તમારા ઘરમાં ભેજનાં સ્તરો શક્ય એટલાં ઓછાં રાખો (તમે ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો), જેથી ફૂગને વિકસવાનું કારણ ન મળે.

બાથરૂમ, રસોડાં, માળિયાં અને ભોંયરાં જેવી જગ્યાઓ નિયમિત સાફ કરો.

તમારી કાર અને ઘરમાં એર કન્ડિશનિંગ યૂનિટ સાફ કરેલો હોય તેની ખાતરી કરો

જો તમને પાલતુ પ્રાણીઓની ઍલર્જિ હોય તો આટલું યાદ રાખો:

કોઈ પણ પાલતુ પ્રાણીને અડ્યા બાદ તાત્કાલિકપણે તમારા હાથ ધુઓ

જેમની પાસે પાલતુ પ્રાણીઓ હોય એવા મિત્રની મુલાકાત લીધા બાદ તમારાં કપડાં પૂરેપૂરાં ધુઓ.

તમારા ઘરના પાલતુ પ્રાણીને બહાર રાખો

દવા

તમારા ઍલર્જિક રાઇનાઇટિસની સારવારમાં મદદ કરવા માટે તમે વિવિધ દવાઓનો પણ ઉપયોગ કરી શકો છો. તમારાં લક્ષણોની તીવ્રતા અને પ્રકારના આધારે તમારા ડૉક્ટર નેસલ સ્પ્રે, ગોળીઓ, આંખનાં ટીપાં, સિરપ જેવી દવાઓ અને જો તમારી ઍલર્જિ ખૂબ તીવ્ર હોય તો રોગક્ષમતા ચિકિત્સાઓ અથવા ઍલર્જિનાં ઇન્જેક્શનો સૂચવી શકે છે.

સમગ્ર વિશ્વમાં ઍલર્જિક રાઇનાઇટિસની સારવાર કરવાના અસરકારક માર્ગ તરીકે નેસલ સ્પ્રેને વ્યાપક સ્વીકૃતિ મળી છે.

નેસલ સ્પ્રે જે ભાગમાં સમસ્યા થઈ હોય ત્યાં દવા સીધી પહોંચાડે છે, દા.. નાક. દવા નાકમાં સીધી પહોંચવાને કારણે તેનો ડોઝ બહુ ઓછો હોય છે, જેનો અર્થ એ છે કે નેસલ સ્પ્રેની આડઅસરો ઓછામાં ઓછી હોય છે. તમારા ઍલર્જિક રાઇનાઇટિસની સારવાર કરવી જરૂરી છે, કારણ કે જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તેનાથી કાનના ચેપો, સાઇનસનો સોજો અને નાક કે સાઇનસના અસ્તરમાં સોજો થવો વગેરે ઉપદ્રવો થઈ શકે છે.

 

જમણી બાજુનાં બૅનરો

જમણી બાજુનું બૅનર #1 - પુષ્પેન્દ્ર સિંહ પોતાના ઍલર્જિક રાઇનાઇટિસને હરાવીને સારું જીવન જીવી રહ્યા છે. (પ્રેરણાદાયક વાર્તા)

જમણી બાજુનું બૅનર #2 - જેમને ઍલર્જિ હોય એવી દરેક વ્યક્તિને ઍલર્જિક રાઇનાઇટિસ થાય છે? (વારંવાર પૂછાતા પ્રશ્નો)

જમણી બાજુનું બૅનર 3 - જેમણે પોતાની શ્વસનની સમસ્યાઓ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો છે એવા લોકો સાથે જોડાવા માટે સમાજમાં જોડાઓ (બ્રીધફ્રી કમ્યુનિટિ)

 

Please Select Your Preferred Language