સીઓપીડી

સીઓપીડી સાથેનું જીવન

સીઓપીડીની વ્યવસ્થિત સારવાર અને વ્યવસ્થાપન થાય તે જરૂરી બને છે. તેને નિયંત્રણમાં રાખવા માટે અને અસરકારક રીતે તેને કાબૂમાં લેવા માટે તમે તમારા ડૉક્ટરની સલાહનું અક્ષરશ: પાલન કરો તે જરૂરી છે.

વ્યક્તિ ધૂમ્રપાન બંધ કરે અને દવા નિયમિતપણે લે ત્યારબાદ સીઓપીડીનાં લક્ષણોમાં ક્યારેક સુધારો આવી શકે છે, પરંતુ પલ્મોનરિ રિહેબિલિટેશનમાં હાજરી આપ્યા બાદ તેમાં વધુ સુધારો થઈ શકે છે. લક્ષણો સંપૂર્ણપણે દૂર ન થાય એમ બની શકે છે. જોકે, યોગ્ય સારવાર અને જીવનશૈલીના ફેરફારોથી તમે તમારું જીવન પૂર્ણપણે જીવવાનું ચાલુ રાખી શકો છો. 

 સક્રિય જીવનશૈલી

ચાલવું અથવા યોગ જેવી પ્રવૃત્તિઓ તમારા શ્વસનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. જેનો અર્થ એ છે કે તમે વધુ સારી રીતે શ્વસનક્રિયા કરી શકો છો. 

સીઓપીડીને કાબૂમાં લેવા માટે આહારનાં કોઈ વિશિષ્ટ નિયંત્રણો નથી. જોકે, તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ ભોજનને અનુસરો તે જરૂરી છે. વધુમાં તંદુરસ્ત આહાર અને નિયમિત કસરતથી સીઓપીડી તમને વધુ સમસ્યા કરે તેનું કોઈ કારણ રહેતું નથી.

રિહેબિલિટેશન પ્રોગ્રામ 

ઘણી વખત પલ્મોનરિ અથવા લંગ રિહેબિલિટેશન પ્રોગ્રામ તમને સરળતાથી શ્વસનક્રિયા કઈ રીતે કરવી, કસરત અને યોગ્ય આહાર વિશે માર્ગદર્શન પૂરું પાડીને તમારી સમસ્યાને નિયંત્રિત કરવામાં તમને મદદ કરી શકે છે. 

તૈયાર રહો 

ખાતરી કરો કે તમારી પાસે સંપર્ક માટેની ઇમર્જન્સિ માહિતી હંમેશાં તૈયાર હોય જેથી તમે તેને ઍક્સેસ કરી શકો. તમે ઘરમાં જે સ્થાનો પર વારંવાર જતા હો એવાં સ્થાનો પર, જેમ કે રેફ્રિજરેટર પર તમારા ઇમર્જન્સિ નંબરોની એક નકલ ચોંટાડી રાખવી અને તમારા ફોનમાં આવાં સંપર્કો સેવ કરવા એ પણ સમજદારીભર્યું કામ છે. 

જો શ્વસનક્રિયા મુશ્કેલ બને તો તાત્કાલિકપણે તમારા ડૉક્ટર કે હૉસ્પિટલ પર જાઓ. આ એક ઇમર્જન્સિ હોઈ શકે છે.  

જેઓ તમને સમજતા હોય એમની સાથે વાત કરવાથી રાહત મળી શકે. બ્રીધફ્રી કમ્યુનિટિમાં જોડાઓ અને એવા હજારો લોકોને મળો જેમણે શ્વસનની સમસ્યાઓ પર વિજય મેળવ્યો હોય.

Please Select Your Preferred Language