પહેલ

#SaveyourlungsDilli

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમાણે વિશ્વના સૌથી વધુ 13 પ્રદૂષિત શહેરો ભારતમાં છે જેમાં રાજધાની નવી દિલ્હીનો પણ સમાવેશ થાય છે. પર્યાવરણના ઍલર્જન અને પ્રદૂષકોના વધુને વધુ સંસર્ગમાં આપણે આવી રહ્યા છીએ ત્યારે એમાં જરાયે આશ્ચર્ય પામવા જેવું નથી કે દિલ્હીની 34% વસ્તી શ્વસનની વિવિધ સમસ્યાઓથી પીડાય છે - જેમ કે અસ્થમા, સીઓપીડી અને શ્વાસનળીની અન્તસ્ત્વચાનો સોજો. ઘણા લોકોને આ સમસ્યાઓ થવા છતાં શ્વસનની સમસ્યાઓ અને ઍલર્જન તથા પ્રદૂષકો કઈ રીતે વ્યક્તિનાં ફેફસાંને અસર કરે છે તે વિશેની જાગૃતિ હજીયે બહુ ઓછી છે.

બ્રીધફ્રી (સિપ્લાની જનહિતની પહેલ) શ્વસનની સમસ્યાઓના પ્રકારો અને તેની સારવાર સમજવા અને તે અંગે જાગૃત રહેવા માટેની લોકોની વધતી જતી જરૂરિયાત સમજે છે. તેથી, અમે ‘#saveyourlungsdilli’ કહેવાતું અભિયાન શરૂ કર્યું છે જેથી તમને જરૂરી બધી માહિતી અને સહકાર મેળવવામાં મદદ મળી શકે. આ ચળવળની સાથે બ્રીધફ્રીએ વિશિષ્ટ પ્રકારની પ્રથમ હૅલ્પલાઇન પણ શરૂ કરી છે જે તમને ચોવીસ કલાક મફત સહકાર અને માહિતી આપે છે.

તમને શ્વસનની સમસ્યા હોય અથવા જેને આવી સમસ્યા હોય એવી કોઈ વ્યક્તિને જાણતા હો અથવા એવું વિચારતા પણ હો કે તમને આવી કોઈ સમસ્યા હોઈ શકે તો તમે હૅલ્પલાઇનને કૉલ કરી શકો છો અને તમારા નજીકના વિસ્તારમાં ફેફસાંની તપાસ માટેના મફત કેમ્પના આયોજન માટે બ્રીધફ્રીને વિનંતી કરી શકો છો.

તેથી #saveyourlungsdilliમાં ભાગ લેવાનો અને મુક્તપણે શ્વાસ લેવાનો સમય આવી ગયો છે.

FB Live Interview with Dr. Jaideep Gogtay

વધુ વાંચો

ધ બ્રીધફ્રી ફેસ્ટિવલ

વધુ વાંચો

વિશ્વ અસ્થમા મહિનો - મે 02, 2017

વધુ વાંચો

Please Select Your Preferred Language