સીઓપીડી

વિશે 

ક્રોનિક: તે લાંબા ગાળાનો છે અને જતો નથી

ઓબ્સ્ટ્રક્ટિવ: ફેફસાંમાંથી હવાનો પ્રવાહ અંશત: અવરોધાય છે

પલ્મોનરિ: ફેફસાં માટેનો તબીબી શબ્દ

ડિસીઝ: સ્વાસ્થ્યની સમસ્યા

 

નિષ્ણાતનો મત - સીઓપીડી શાનાથી ટ્રિગર થઈ શકે? ડૉ. મહેતા સીઓપીડીના બધાં ટ્રિગર્સ વિશે સમજાવે છે. 

 

સરળ શબ્દોમાં કહીએ તો સીઓપીડી એ ફેફસાંની એવી સમસ્યા છે જેનાથી શ્વસન મુશ્કેલ બને છે અને જો તેની કાળજી લેવામાં ન આવે તો સમય સાથે તે વણસી શકે છે. સીઓપીડી ડરામણો શબ્દ લાગે છે પરંતુ તેનો ઈલાજ શક્ય છે તેથી ચિંતા ન કરશો. યોગ્ય સારવાર અને દવા વડે તમે તમારા સીઓપીડીને સંપૂર્ણપણે કાબૂમાં લઈ શકો છો અને તમારા જીવનની ગુણવત્તાને સુધારી શકો છો. આ પ્રકારે, તમને જેમાંથી આનંદ આવતો હોય એવી પ્રવૃત્તિઓ તમે ચાલુ રાખી શકો છો - હાઇકિંગથી માંડીને ડાન્સિંગ અને પ્રવાસ સુધી. સીઓપીડી વિશે યાદ રાખવા જેવી અન્ય એક અગત્યની બાબત છે. તે ચેપી રોગ નથી તેથી સીઓપીડીથી પીડાતી કોઈ વ્યક્તિની સંગતમાં રહેવા માત્રથી તમને સીઓપીડીનો ચેપ લાગશે નહિ.