વિશ્વ અસ્થમા મહિનો - મે 02, 2017

જ્યારે સમગ્ર સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આપણું શરીર વ્યવસ્થિત ઑઇલિંગ કરેલા મશીનની જેમ કામ કરે તે જરૂરી બને છે. આનો અર્થ એ છે કે આપણાં અંગો - હૃદય, મગજ, પેટ અને ફેફસાં પણ શ્રેષ્ઠ સ્થિતિમાં હોવાં જરૂરી છે.  શ્વાસ લઈ શકવાની આપણાં ફેફસાંની ક્ષમતાની આપણે એટલી અવગણના કરીએ છીએ કે શ્વસનક્રિયામાં કોઈ તકલીફ પડે નહિ ત્યાં સુધી આપણે ફેફસાં વિશે વિચારતાં નથી. જોકે, ઘણા લોકો ફેફસાં પર ધ્યાન આપતા નથી અને તેથી જો (અને જ્યારે) શ્વસનની સમસ્યાનું નિદાન થાય તો તેઓ ચિંતામાં પડે છે. અસ્થમા અને ઍલર્જિ જેવી શ્વસનની સમસ્યાઓ વિશે કશી ચિંતા કરવા જેવી નથી. યોગ્ય નિદાન અને સારવારથી આ રોગોની સરળતાથી સારવાર કરી શકાય છે અને તેને કાબૂમાં લઈ શકાય છે.
શ્વસનની સમસ્યાઓ અને સારવાર વિશે લોકોને શિક્ષિત કરવા માટે બ્રીધફ્રી (સિપ્લાની જાહેર સેવાની પહેલ)એ વિશ્વ અસ્થમા દિન એટલે કે 2જી મે 2017ના રોજ સમગ્ર દેશમાં કૅમ્પોનું આયોજન કર્યું હતું. આ કૅમ્પોથી લોકોને સ્પાયરોમીટર્સ અને બ્રીધોમીટર્સનો ઉપયોગ કરીને પોતાનાં ફેફસાંની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં મદદ મળી હતી, જ્યારે ડૉક્ટરોએ શ્વસનની વિવિધ સમસ્યાઓની મૂળભૂત બાબતો વિશે સમજૂતી આપી હતી અને શા માટે ઇન્હેલર્સ આ સમસ્યાઓની સારવાર કરવા માટેની અસરકારક પદ્ધતિ છે તે સમજાવ્યું હતું. ડૉક્ટરોએ ઇન્હેલર્સ અંગેની ભ્રમણાઓ વિશે વાત કરી હતી અને એ હકીકતો વિશે સમજૂતી આપી હતી કે જેનાથી સાબિત થાય કે ઇન્હેલર્સ એ શ્વસનની સમસ્યાઓની સારવાર કરવા માટેની સૌથી અસરકારક પદ્ધતિ છે. 
આ કૅમ્પોને ભારે સફળતા મળી હતી. તેમાં ઘણા લોકોએ હાજરી આપી હતી અને બ્રીધફ્રીને નજીકના વિસ્તારોમાં વધુ કૅમ્પોનું આયોજન કરવાની વિનંતી કરી હતી.