અમારા વિશે

બ્રીધફ્રી વિશે

 

 

બ્રીધફ્રી સિપ્લા તરફથી શ્વસનમાર્ગના દીર્ઘકાલીન રોગો ધરાવતા દર્દીઓ માટે જનસેવાની પહેલ છે. સિપ્લાને ૭૫ વર્ષ પૂરાં થયાં પ્રસંગે તેની શરૂઆત થઈ હતી. આજે બ્રીધફ્રી શ્વસનની સંભાળ માટે સર્વાંગી દર્દી સપોર્ટ સિસ્ટમ છે.

 

બ્રીધફ્રી અસ્થમા, સીઓપીડી અને ઍલર્જિને કારણે નાકની શ્લેષ્મકલામાં દાહ જેવા શ્વસનમાર્ગના રોગો ધરાવતા દર્દીઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તે નિદાન, માર્ગદર્શન અને સારવારના ચુસ્ત પાલનના ક્ષેત્રોમાં દર્દીની સંપૂર્ણ સફરને આવરી લે છે. વર્ષો વીતવાની સાથે, બ્રીધફ્રીએ શ્વસનની સમસ્યા ધરાવતી દરેક વ્યક્તિ સામાન્ય અને સક્રિય જીવન કેવી રીતે જીવી શકે તે વિશે જાગૃતિ સર્જવા અને વધારવા માટે વિવિધ કાર્યક્રમો અને કેમ્પોનું આયોજન કર્યું છે.

 

બ્રીધફ્રી ક્લિનિક્સ, કેમિસ્ટ અને કાઉન્સેલિંગ કેન્દ્રોના પોતાના નેટવર્કની મદદથી બ્રીધફ્રીએ એવા લોકોનો સમાજ રચ્યો છે જેમણે પોતાની શ્વસનની મુશ્કેલીઓ પર વિજય મેળવ્યો છે અને એવા લોકો માટે સપોર્ટ સિસ્ટમ તૈયાર કરી છે જેઓ સંપૂર્ણપણે તંદુરસ્ત જીવન જીવવાની રીતો શોધી રહ્યાં છે.

 

www.breathefree.com શ્વસનમાર્ગના દીર્ઘકાલીન રોગો સાથે સંબંધિત બધી માહિતી મેળવવાનું એક સ્થળ છે. વેબસાઇટ અસ્થમા, સીઓપીડી અને ઍલર્જિને કારણે નાકની શ્લેષ્મકલામાં દાહ જેવી સમસ્યાઓ પર માહિતી, ઉપાયો અને સપોર્ટ પૂરો પાડે છે. વધુમાં, વેબસાઇટ કાઉન્સેલરો સુધી પહોંચવામાં પણ મદદ કરે છે જેઓ નિદાનમાં મદદ કરી શકે છે અને કાઉન્સેલિંગ દ્વારા યોગ્ય સારવારમાં સહાયતા કરી શકે છે.