પ્રેરણા

લાઇમલાઇટ હેઠળનાં સપનાં

જિતેશને હંમેશાં ડાન્સનું આકર્ષણ રહેતું. તે કોઈ પણ બીટ કુદરતી રીતે પકડી લેતો અને પ્રોફેશનલ ડાન્સરની જેમ નાચતો. તેથી જ્યારે તેણે કહ્યું કે પોતે એક પ્રોફેશનલ ડાન્સર બનવા માંગે છે, ત્યારે અમને બધાને બહુ ખુશી થઈ હતી. અમે ઇચ્છતા હતા કે તે પોતાનાં સપનાં પૂરાં કરે અને ભારે ઊંચાઈઓ પર પહોંચે.

 

અમે જાણતા હતા કે જ્યારે તેણે એક દિવસ વર્ગમાં જવાનો ઇન્કાર કર્યો ત્યારે કંઈક ગરબડ હતી. તે શા માટે વર્ગમાં ન જાય એ અમને સમજાયું નહિ, તેથી તેની સાથે વાત કરી જોઈ. પરંતુ તેણે અમને કારણ આપ્યું નહિ અને એવું જ કહ્યા કરતો હતો કે હવે મને ડાન્સ કરવાની જરાયે ઇચ્છા નથી. આખરે અમારા ખૂબ આગ્રહ બાદ તેણે કારણ આપ્યું. ડાન્સના રૂટિનની મધ્યમાં તે પોતાનો શ્વાસ પકડી શકતો ન હોવાને કારણે તેને ક્લાસમાં જવાની ઇચ્છા થતી નહોતી.

 

જિતેશને તેનાં સપનાં પૂરાં કરવામાં મદદ કરવા માટે અમે કૃતનિશ્ચયી હોવાથી અમે ડૉક્ટર પાસે ગયાં. ત્યારબાદ ડૉક્ટરે અમને એવા સમાચાર આપ્યા જેના કારણે અમારા સૌનાં સપનાં તૂટી પડ્યાં - જિતેશને અસ્થમા છે.

 

પ્રથમ તો અમે તે માની ન શક્યાં. આવું કેવી રીતે થઈ શકે? તેણે શું કર્યું હતું? તે જ શા માટે? ઘણા લોકોએ ઘણા અભિપ્રાયો આપ્યા. વિવિધ ચિકિત્સાઓ. અમને ચિંતા હતી કે તે ફરીથી ક્યારેક સામાન્યની જેમ ચાલી કે દોડી શકશે કે કેમ, ડાન્સ તો પછીની વાત છે.

 

પરંતુ, આખરે ઇન્હેલર્સ અમારી મદદે આવ્યાં. જિતેશે ઇન્હેલેશન થેરપિ શરૂ કરી અને જેનાથી તેનો અસ્થમા ટ્રિગર થાય એવી ચીજો ટાળવા માટે બહુ સાવધ રહેવા માંડ્યો. ઇન્હેલર્સ, નિયમિત મુલાકાતો અને ડૉક્ટર સાથે ચેક-અપ્સ અને જિતેશના ખંતપૂર્વકના પ્રયાસોને કારણે તેનો અસ્થમા ધીમે ધીમે કાબૂમાં આવવા માંડ્યો.

 

આજે, જિતેશે પોતાને જે ગમે છે તે કરે છે જેમાં ડાન્સનો પણ સમાવેશ થાય છે. કોઈને ખ્યાલ પણ ન આવે કે તેને સમસ્યા છે. તેણે શાળાના વાર્ષિક સમારોહમાં પણ ભાગ લીધો.

 

અમે જાણે ભૂલી જ ગયાં છીએ કે જિતેશને અસ્થમા છે.