ઉપયોગની શરતો

સિપ્લા લિમિટેડની બ્રીધફ્રી વેબસાઇટ www.breathefree.com” (‘‘સાઇટ’’) પર તમારું સ્વાગત છે. ઉપયોગની આ શરતો કોઈ પણ વ્યક્તિ (વપરાશકર્તા) દ્વારા સાઇટના ઉપયોગ અથવા એક્સેસ (નિયમો અને શરતો) માટેના નિયમો અને શરતો નક્કી કરે છે. સિપ્લા લિમિટેડ આ નિયમો અને શરતો બદલી શકે છે અથવા કોઈ પણ પૂર્વ લેખિત નોટિસ વિના કોઈ પણ સમયે સાઇટને બંધ કરી શકે છે. નિયમો અને શરતોના કોઈ પણ સંદર્ભનો અર્થ સુધાર્યા અથવા બદલ્યા પ્રમાણેના નિયમો અને શરતોનો સંદર્ભ એવો થશેસાઇટ અને તેની વિષયવસ્તુ એવી રીતે બનાવવામાં આવી છે જેથી તે ભારતના કાયદાઓ અને વિનિયમોનું પાલન કરે. વિશ્વના અન્ય ભાગોમાં એક્સેસિબલ હોવા છતાં સાઇટ અને તેની વિષયવસ્તુનો આશય માત્ર ભારતીય રહીશો દ્વારા એક્સેસ અને ઉપયોગ માટે જ છે.

આ સાઇટ ડૉક્ટર-દર્દી સંબંધ સ્થાપિત કરશે એવો આશય નથી. સિપ્લા લિમિટેડ કોઈ પણ દવાઓ/સારવારના પ્રિસ્ક્રીપ્શન વિશે કોઈ જવાબદારી કે ગેરંટી સ્વીકારતું નથી (જે શરતમાં તેના સહયોગીઓ, ઉત્તરાધિકારીઓ અને માન્ય અસાઇનીનો સમાવેશ થાય છે). જેમનાં નામો સાઇટ પર રજૂ કરવામાં આવ્યાં છે એ સ્વાસ્થ્યસંભાળ પ્રોફેશનલ્સ સ્વતંત્ર છે અને ખાનગી પ્રેક્ટિસમાં છે અને તેઓ સિપ્લા લિમિટેડના કર્મચારીઓ કે એજંટ નથી. સિપ્લા લિમિટેડ આ સ્વાસ્થ્યસંભાળ પ્રોફેશનલ્સની યોગ્યતાઓ અથવા વિશ્વસનીયતા વિશે કે તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી તબીબી સલાહની સત્યાર્થતા માટે કોઈ જવાબદારી લેતું નથી. કોઈ પણ સ્વાસ્થ્યસંભાળ પ્રોફેશનલ્સના નામ, સરનામા, વિષયવસ્તુ, સાહિત્ય અંગે આ સાઇટ પરની માહિતી સિપ્લા લિમિટેડના કોઈ પણ સમર્થન કે ભલામણો અથવા સલાહ તરીકે ગણવા નહિ અને વપરાશકર્તા માહિતીની પ્રમાણભૂત અને વિશ્વસનીયતાની ખરાઈ કરે તે જરૂરી છે.

  1. નિયમો અને શરતોનો સ્વીકાર: આ સાઇટનો એક્સેસ અને ઉપયોગ અહીં જણાવ્યા પ્રમાણેનાં નિયમો અને શરતો તથા તમામ લાગુ પડતા કાયદાઓને આધીન છે. આ સાઇટ એક્સેસ કરીને અને બ્રાઉઝ કરીને એવું માનવામાં આવે છે કે વપરાશકર્તાએ અહીં આપેલાં નિયમો અને શરતો કોઈ મર્યાદા કે લાયકાત વિના વાંચ્યાં, સમજ્યાં અને સ્વીકાર્યાં છે. વપરાશકર્તા એવો પણ સ્વીકાર કરે છે કે સિપ્લા લિમિટેડ સાથેની કોઈ પણ સમજૂતી કે જે આ નિયમો અને શરતો સાથે જે હદે ટકરાય તે સુપરસીડ થશે અને અમલી ગણાશે નહિ અને અસર નહીં પડશે. જો તમે નિયમો અને શરતો સાથે સંમત ન થાઓ તો તમે આ સાઇટને એક્સેસ કરી શકશો નહિ અથવા તેનો ઉપયોગ કરી શકશો નહિ. તેથી કોઈ પણ વપરાશકર્તા અથવા સેવા પ્રદાતા કે જે ભારતમાંથી કે ભારતની બહારથી સાઇટનો ઉપયોગ કરે કે તેને એક્સેસ કરે તે સંપૂર્ણપણે પોતાના જોખમે જ આ સાઇટનો ઉપયોગ કરશે કે તેને એક્સેસ કરશે અને પોતાના અધિકારક્ષેત્રના કાયદાઓના પાલન માટે જવાબદાર રહેશે.

  1. માહિતીનો ઉપયોગ: વપરાશકર્તા માહિતીનો ઉપયોગ માત્ર સંદર્ભની મદદ તરીકે જ કરશે અને આવું સાહિત્ય પ્રોફેશનલ નિર્ણયની કવાયત માટેનો વિકલ્પ બને એવો આશય નથી (અથવા એ રીતે તેનો ઉપયોગ પણ ન થવો જોઈએ). માનવીય ભૂલ અથવા તબીબીવિજ્ઞાનમાં ફેરફારોની સંભાવના જોતાં વપરાશકર્તા સ્વતંત્ર સ્રોતો દ્વારા માહિતીની પુષ્ટિ કરે તે જરૂરી છેવપરાશકર્તા મુક્તપણે સાઇટ બ્રાઉઝ કરી શકે છે, પરંતુ કડકપણે બિનવ્યાપારી ઉપયોગ માટે જ આ સાઇટમાંથી લખાણ, સાઉન્ડ, ઇમેજ, ઑડિયો અને વિડીયો સહિતની કોઈ પણ માહિતી એક્સેસ કરી શકે છે, ડાઉનલોડ કરી શકે છે અથવા તેનો ઉપયોગ કરી શકે છે (સાથે મળીને: માહિતી). સિપ્લા લિમિટેડની લેખિત પરવાનગી વિના વપરાશકર્તા વ્યાપારી હેતુઓ માટે માહિતીનું વિતરણ, ફેરફાર, પ્રસારણ, પુન:ઉપયોગ, રિપોસ્ટ કે ઉપયોગ કરી શકશે નહિ. તમારે ધારી લેવું જોઈએ કે તમે આ સાઇટ પર જે કંઈ પણ વાંચો કે જુઓ તે લાગુ પડતા કાયદાઓ પ્રમાણે કૉપીરાઇટેડ છે, સિવાય કે અન્યથા નોંધ કરવામાં આવી હોય; અને આ નિયમો અને શરતોમાં જણાવ્યા સિવાયના હેતુ માટે તેનો ઉપયોગ થઈ શકશે નહિ. આ માહિતીના ઉપયોગથી ત્રાહિત પક્ષકારોના કોઈ પણ અધિકારોનું ઉલ્લંઘન થશે એની સિપ્લા કોઈ વૉરન્ટી આપતું નથી કે રજૂઆત કરતું નથી. આ સાઇટનો ઉપયોગ સિપ્લા લિમિટેડની માહિતી કે કોઈ પણ કૉપીરાઇટના કોઈ પણ લાયસન્સ કે અધિકાર આપતું નથી. સાઇટ પર ડિસપ્લે થયેલાં ટ્રેડમાર્ક્સ, લોગો, સર્વિસ માર્ક્સ (સામૂહિકપણે ટ્રેડમાર્ક્સ) એ સિપ્લા લિમિટેડના રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ છે. આ સાઇટ પરની કોઈ પણ બાબતને સિપ્લા લિમિટેડની પૂર્વલેખિત પરવાનગી વિના કોઈ પણ ટ્રેડમાર્ક્સ કે માહિતીના ઉપયોગ માટેનું લાયસન્સ કે અધિકાર મળ્યા છે એ રીતે જોવી જોઈએ નહિ.

  1. તમારા પ્રશ્નો, સરળ જવાબો સેવાઓનો ઉપયોગવપરાશકર્તા સેવાઓ, કનેક્શન, કમ્યુનિટિ, બ્લૉગ અથવા ચર્ચા સેવાના તમારા પ્રશ્નો, સરળ જવાબો ફીચરનો ઉપયોગ કરવા દરમિયાન (તમારા પ્રશ્નો, સરળ જવાબો સેવા) વપરાશકર્તા એવા તમામ સંવાદો, માહિતી, ડેટા, લખાણ, સંગીત, સાઉન્ડ, ગ્રાફિક્સ, મેસેજીઝ અને અન્ય સાહિત્ય (વિષયવસ્તુ) માટે જવાબદાર રહેશે જે તમે તમારા પ્રશ્નો, સરળ જવાબો સેવા દ્વારા અપલોડ કરો, પોસ્ટ કરો, પ્રસારિત કરો, ઇમેલ કરો અથવા અન્યથા વિતરણ કરો. તમારા પ્રશ્નો, સરળ જવાબો સેવા દ્વારા તમારા દ્વારા કે અન્ય કોઈ પણ પક્ષકાર દ્વારા પોસ્ટ કરવામાં આવતી વિષયવસ્તુનાં પરિણામો માટે સિપ્લા લિમિટેડ જવાબદાર નથી, અને આમ પણ આવી વિષયવસ્તુની ચોકસાઈ, અખંડિતતા, કે ગુણવત્તાની ખાતરી આપતું નથી. તમે સમજો છો કે તમારા પ્રશ્નો, સરળ જવાબો સેવાનો ઉપયોગ કરીને તમે એવી વિષયવસ્તુના સંપર્કમાં આવી શકો છો જે અશ્લીલ કે વાંધાજનક હોઈ શકે છે. તમારા પ્રશ્નો, સરળ જવાબો સેવા દ્વારા અપલોડ કરાયેલ, પોસ્ટ કરાયેલ, પ્રસારિત કરાયેલ, ઇમેલ કરાયેલ કે અન્યથા ઉપલબ્ધ કરવામાં આવેલ કોઈ પણ વિષયવસ્તુના ઉપયોગના પરિણામે કોઈ પણ વિષયવસ્તુ સર્જાય કે કોઈ પણ પ્રકારનું નુકસાન કે હાનિ થાય તે માટે સિપ્લા લિમિટેડ કોઈ પ્રકારે જવાબદાર રહેશે નહિ. તમને જ્યાં ભય જેવું લાગે અથવા તમે એવું માનતા હો કે કોઈ વ્યક્તિ જોખમમાં છે તો તમારે તાત્કાલિકપણે તમારી સ્થાનિક કાનૂન અમલબજાવણી એજંસીનો સંપર્ક કરવો જોઈએ. જ્યારે વપરાશકર્તા તમારા પ્રશ્નો,સરળ જવાબો સેવાનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ નીચેની બાબતો ન કરવા માટે સંમત થાય છે:

) સ્થાનિક, રાજ્ય, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન;

બી) જેનાથી અન્યોની બૌદ્ધિક સંપદાના અધિકારો અથવા અન્યોની ગોપનીયતા કે પ્રચારના અધિકારોનું ઉલ્લંઘન થાય એવી કોઈ પણ વિષયવસ્તુ પોસ્ટ કરવી, અપલોડ કરવી, ઇમેલ કરવી, પ્રસારિત કરવી કે અન્યથા તેનું વિતરણ કરવું;

સી) અમારી સંપૂર્ણ મુનસફી મુજબ નક્કી કર્યા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા માટે ગેરકાનૂની, નુકસાનકારક, અશ્લીલ, બદનામીભરી, ધાકધમકીભરી, ત્રાસદાયક, અપમાનજનક, નિંદાત્મક, ઘૃણાસ્પદ અથવા શરમજનક હોઈ શકે એવી વિષયવસ્તુ પોસ્ટ કરવી, અપલોડ કરવી, ઇમેલ કરવી, પ્રસારિત કરવી કે અન્યથા તેનું વિતરણ કરવું;

ડી) સગીરને કોઈ પણ પ્રકારે નુકસાન થાય;

) વ્યાપારની જાહેરાતો અથવા સોલિસિટેશન પોસ્ટ કરવા;

એફ) હેડર્સ સાથે બનાવટ કરવી અથવા અન્ય આઇડેન્ટિફાયર્સ સાથે ચેડાં કરવા, જેથી તમારા પ્રશ્નો, સરળ જવાબો સેવા દ્વારા પ્રસારિત કોઈ પણ વિષયવસ્તુનું મૂળ છુપાવી શકાય;

જી) ચેઇન લેટર્સ, પિરામિડ સ્કીમ, વણજોઈતી કે અનધિકૃત જાહેરાતો કે સ્પામ પોસ્ટ કરવા, અપલોડ કરવા, ઇમેલ કરવા, પ્રસારિત કરવા કે અન્યથા તેનું વિતરણ કરવું;

એચ) કોઈ વ્યક્તિ કે વ્યાપારી સંસ્થાની બનાવટી ઓળખ બનાવવી અથવા અન્ય વ્યક્તિનો પીછો કરવો કે પજવણી કરવી;

આઇ) કોઈ પણ કમ્પ્યૂટર સોફ્ટવેર કે હાર્ડવેરના ઉપયોગમાં અવરોધ, વિનાશ કે મર્યાદા લાવે એવી રીતે બનાવવામાં આવેલ વાઇરસ કે અન્ય નુકસાનકારક કમ્પ્યૂટર કોડ પોસ્ટ, અપલોડ, ઇમેલ, પ્રસારિત કરવો કે અન્યથા તેનું વિતરણ કરવું;

જે) ઇમેલ એડ્રેસ સહિત અન્યો વિશેની માહિતી મેળવવી કે અન્યથા એકત્ર કરવી;

કે) કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને ટિપ્પણીઓ પોસ્ટ કરવા કે જોવા માટે તમારી ઓળખનો ઉપયોગ કરવા દેવો;

એલ) તમારા પ્રશ્નો, સરળ જવાબોની સેવા અથવા કમ્પ્યૂટર, નેટવર્ક અથવા તમારા પ્રશ્નો, સરળ જવાબોની સેવા સાથે જોડાયેલા અન્ય હાર્ડવેરમાં ખલેલ કરવી કે તેને ખોરવવાની કોશિશ કરવી અથવા તમારા પ્રશ્નો, સરળ જવાબોની સેવા સાથે જોડાયેલા નેટવર્કની કોઈ પણ આવશ્યકતાઓ કે નીતિઓની અવગણના કરવી;

એમ) એવા અન્ય કોઈ પણ આચરણમાં પ્રવૃત્ત થવું જે કોઈ પણ વ્યક્તિને તમારા પ્રશ્નો, સરળ જવાબોની સેવાનો ઉપયોગ કરતાં કે તમારા પ્રશ્નો, સરળ જવાબોની સેવાનો આનંદ લેતાં અટકાવે અથવા જે અમારી સંપૂર્ણ મુનસફી પ્રમાણે કોઈ પણ જવાબદારી કે કોઈ પણ પ્રકારની હાનિ સામે અમને અથવા અમારા ગ્રાહકો અથવા સપ્લાયરોને જોખમને આધીન લાવે;

એન) અન્ય વપરાશકર્તાઓની ગોપનીયતાનો આદર કરવામાં નિષ્ફળ રહેવું. આમાં અન્ય વપરાશકર્તાના પાસવર્ડ, ફોન નંબર, એડ્રેસ, ઇન્સ્ટન્ટ મેસેન્જર આઇડી અથવા સરનામું અથવા અન્ય કોઈ પણ વ્યક્તિગત રીતે ઓળખી શકાય એવી માહિતી ઉજાગર થતી હોય તેનો સમાવેશ થાય છે;

) સભ્યોનાં નામો બનાવવા, અથવા સંદેશાઓ પોસ્ટ કરવા, આગ્રહ કરવો કે મોકલવા, એવું લખાણ કે તસ્વીરો મોકલવી જે અશ્લીલ હોય કે કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રકારે બદનામ કરે, અપમાનિત કરે અથવા નુકસાન કરે; અથવા સિપ્લા લિમિટેડ નીચેનાં તમામ પગલાંઓ કોઈ નોટિસ વિના લઈ શકે છે (પણ એવું કરવા માટે બંધાયેલા નથી):

1) પબ્લિક ચેટ રૂમમાં સંવાદ રેકર્ડ કરવા કે પ્રિસ્ક્રીન કરવા;

2) એવા આરોપની તપાસ કરવી કે સંવાદ આ વિભાગની શરતોનું પાલન કરતો નથી અને અમારી સંપૂર્ણ મુનસફી પ્રમાણે વિષયવસ્તુ દૂર કરવી અથવા દૂર કરવાની વિનંતી કરવી;

3) અપમાનજનક, વાંધાજનક, ગેરકાનૂની કે ખલેલકારક હોય અથવા અન્યથા આ ઉપયોગની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જાય એવી વિષયવસ્તુ દૂર કરવી;

4) તમે ઉપયોગની આ શરતોનું ઉલ્લંઘન કર્યું છે એવો નિર્ણય લેવામાં આવે ત્યારે તમારા પ્રશ્નો, સરળ જવાબોની સેવાઓનો કોઈ પણ કે તમામ એક્સેસનો અંત લાવવો; અથવા

5‌) વિષયવસ્તુને એડિટ કરવીવપરાશકર્તા કોઈ પણ વિષયવસ્તુની ચોકસાઈ, સંપૂર્ણતા અથવા ઉપયોગિતા પરના અવલંબન સહિત કોઈ પણ વિષયવસ્તુના ઉપયોગ સાથે સંબંધિત બધાં જોખમોનું મૂલ્યાંકન કરવા અને તેને ઉઠાવવા માટે સંમતિ આપે છે. વપરાશકર્તા સ્વીકારે છે, સંમતિ આપે છે અને સહમત થાય છે કે સિપ્લા લિમિટેડ તમારા પ્રશ્નો, સરળ જવાબોની સેવાના તમારા ઉપયોગની તપાસ એ નક્કી કરવા માટે કરી શકે છે કે આ ઉપયોગની શરતોનું ઉલ્લંઘ થયું છે કે નહિ અથવા કોઈ પણ લાગુ પડતા કાનૂન, વિનિયમ, સરકારી વિનંતી કે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવા માટે કરી શકે છેવપરાશકર્તા સંમતિ આપે છે અને સ્વીકૃતિ આપે છે કે તમારા પ્રશ્નો, સરળ જવાબો સેવાની પ્રોસેસિંગ અને પ્રસારણ જેમાં તમારી કન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે તેમાં વિવિધ નેટવર્ક અને સાધનોમાં પ્રસારણોનો સમાવેશ થઈ શકે છે અને આવાં પ્રસારણો માટે જરૂરી ફેરફારોનો સમાવેશ થઈ શકે છે.

અહીંની સામગ્રીનો લાયસન્સપ્રાપ્ત સ્વાસ્થ્યસંભાળ પ્રેક્ટિસનર કે જેને વપરાશકર્તાના અધિકારક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી હોય તેમના તરફથી તબીબી સલાહ મેળવવાના વિકલ્પ તરીકે ઉપયોગ થવો જોઈએ નહિ. વપરાશકર્તા આ વેબસાઇટ પર વર્ણવ્યા પ્રમાણે કે સૂચવ્યા પ્રમાણે કોઈ દવા, પૂરક આહાર કે સારવાર લેવાં ન જોઈએ કે શરૂ કરવાં ન જોઈએ અથવા અન્યથા પોતાના ફિઝિશિયનનો પ્રથમ સંપર્ક કર્યા વિના આમ કરવું ન જોઈએ.

  1. તબીબી માહિતી: આ સાઇટ પર કોઈ પણ ઉત્પાદો કે તબીબી સાધનો સાથે સંબંધિત માહિતી ((કે જેને સામૂહિક રીતે ઉત્પાદો કહે છે‌) તે માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે જ સિપ્લા લિમિટેડ. દ્વારા પૂરી પાડવામાં આવે છેબધાં ઉત્પાદો માત્ર ભારતમાં જ ઉપલબ્ધ છે અને માત્ર માન્યતાપ્રાપ્ત ડૉક્ટર કે તબીબી પ્રોફેશનલ તરફથી પ્રિસ્ક્રિપ્શન પર જ ઉપલબ્ધ છે. ઉત્પાદો બધા દેશોમાં ઉપલબ્ધ ન હોય એમ બની શકે છે અથવા અલગ બ્રાંડ નેમ હેઠળ, અલગ શક્તિઓમાં અથવા અલગ ચિહ્નો માટે ઉપલબ્ધ હોઈ શકે છે

  2. વિડીયો અસ્વીકાર: માહિતી ઇલેક્ટ્રોનિક મીડિયા (વિડીયો, ફિઝિશિયન અને સ્વાસ્થ્યસંભાળ પ્રફેશનલ્સના ઇન્ટરવ્યૂની મર્યાદા વિનાનો સમાવેશ થાય છે), લેખો દ્વારા પ્રસારિત કરવામાં આવી શકે છે. આવા સ્રોતો દ્વારા પૂરા પાડવામાં આવતી માહિતી એ તેને અભિવ્યક્ત કરનાર વ્યક્તિના વિચારો હોય છે અને તે સિપ્લા લિમિટેડના પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હેઠળ આવતા નથી. કોઈ પણ ઇલેક્ટ્રૉનિક માધ્યમ દ્વારા આવી કોઈ પણ માહિતીના સમાવેશનો અર્થ એ નથી કે પૂરી પાડવામાં આવેલી માહિતીને સિપ્લા લિમિટેડનું સમર્થન છે.

  1. જવાબદારીનો અસ્વીકાર: સાઇટમાં સમાવવામાં આવેલ કે તેના દ્વારા ઉપલબ્ધ માહિતી, સોફ્ટવેર, ઉત્પાદો અને સેવાઓમાં વિસંગતિઓ કે જોડણીની ભૂલો હોઈ શકે છે. આવી કોઈ ભૂલો માટે સિપ્લા લિમિટેડ કોઈ પ્રકારની જવાબદારી કે જિમ્મેદારી સ્વીકારતું નથી અને આ સાથે તમામ વૉરન્ટીઓ અને શરતોનો અસ્વીકાર કરે છે, જેમાં ઉપર ઉલ્લેખિત માહિતીના સંબંધમાં વેચાણની ક્ષમતા, ફિટનેસ, ટાઇટલ, સંપૂર્ણતા અને બિન-ઉલ્લંઘનની તમામ લાગુ પડતી વૉરન્ટીઓ અને શરતોનો સમાવેશ થાય છે. આ કલમના હેતુ માટે સિપ્લા લિમિટેડના સંદર્ભમાં સિપ્લા લિમિટેડના સહયોગી, નિર્દેશકો, અધિકારીઓ, કર્મચારીઓ, કન્સલ્ટન્ટના સંદર્ભનો પણ સમાવેશ થાય છે તેમ માની લેવું જોઈએ. સિપ્લા લિમિટેડ એવી ખાતરી આપી શકે નહિ કે આ સાઇટમાંની માહિતી ચોક્કસ, સંપૂર્ણ અથવા અપટુડેટ છે. સિપ્લા લિમિટેડ આ સાઇટ પરની માહિતીને વર્તમાન રાખવા માટે પ્રત્યેક સંભવ કોશિશ કરવાનો આશય ધરાવે છે, પરંતુ આ સાઇટના માલિકો અને તેમાં પ્રદાન કરનારાઓ આ સાઇટમાંની માહિતીની ચોકસાઈ, પૂર્ણતા અથવા પર્યાપ્તતા વિશે કોઈ દાવા, વચનો કે ગેરન્ટી આપતા નથી. સલાહ દરેક કેસમાં વિશિષ્ટ સંજોગો પ્રમાણે હોવી જોઈએ, તેથી આ સાઇટ પરની કોઈ સલાહનો સક્ષમ મેડિકલ પ્રૅક્ટિશનરની સલાહના વિકલ્પ તરીકે ઉપયોગ કરવો જોઈએ નહિ. પોતાના સ્વાસ્થ્ય, કોઈ પણ વિશિષ્ટ તબીબી સમસ્યા/મુદ્દા વિશે કે સારવારના કોઈ પણ નિર્ણયો લેતાં પહેલાં વપરાશકર્તાએ હંમેશાં ડૉક્ટર કે અન્ય લાયક સ્વાસ્થ્યસંભાળ ક્ષેત્રના વ્યાવસાયિકનો સંપર્ક કરવો જોઈએ.

  1. વપરાશકર્તાની માહિતી: ઇલેક્ટ્રોનિક મેલ કે અન્ય પ્રકારે, વપરાશકર્તા સાઇટ પર પ્રસારિત કરે કે પોસ્ટ કરે એવા કોઈ પણ સંવાદ કે સાહિત્ય, કે જેમાં કોઈ પણ ડેટા, પ્રશ્નો, ટિપ્પણીઓ, સૂચનો (વપરાશકર્તાની માહિતી) હોય તેને બિન-ગોપનીય અને બિન-માલિકીની માહિતી માનવામાં આવશે અને તે સિપ્લા લિમિટેડની મિલકત બનશે. સિપ્લા લિમિટેડ તેના કોઈ પણ સહયોગીઓ વપરાશકર્તા માટે કોઈ પણ વળતર વિના પુન:નિર્માણ, જાહેરાત, પ્રસારણ, પ્રકાશન, બ્રોડકાસ્ટ કે વધુ પોસ્ટિંગ સહિત પરંતુ તેના સુધી જ મર્યાદિત ન હોય એવા કોઈ પણ હેતુ માટે વપરાશકર્તાની માહિતીનો સંગ્રહ કે ઉપયોગ કરી શકે છે. વપરાશકર્તા સ્પષ્ટપણે એવો પણ સ્વીકાર કરે છે કે સિપ્લા લિમિટેડ, અથવા તેના કોઈ પણ સહયોગીઓ કોઈ પણ હેતુ માટે કોઈ પણ વિચારો, વિભાવનાઓ, જાણવા જેવી બાબતો અથવા ટેકનિક્સનો સંગ્રહ કે ઉપયોગ કરવા માટે મુક્ત છે, જેમાં વપરાશકર્તાને કોઈ પણ વળતર વિના ઉત્પાદોના વિકાસ, નિર્માણ અને વેચાણનો સમાવેશ થાય છે પરંતુ તે માત્ર તેના પૂરતું જ મર્યાદિત નથી. સિપ્લા લિમિટેડના નિયંત્રણમાં ફેરફારની સ્થિતિમાં સિપ્લા લિમિટેડ નવા પક્ષકારને વપરાશકર્તાની માહિતી રવાના કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છેઉપર મુજબની હકીકત હોવા છતાં, વપરાશકર્તાઓને સાઇટમાં ફેરફાર કરવા સામે કે કોઈ પણ ગેરકાનૂની, ધાકધમકીભર્યું, બદનક્ષીભર્યું, અપમાનજનક, અશ્લીલ, નિંદાપ્રેરક, ઉશ્કેરણીજનક, દ્વેષયુક્ત સાહિત્ય પોસ્ટ કરવું કે પ્રસારિત કરવું કે જેનાથી એવું આચરણ બને કે જે ગુનાહિત કૃત્યમાં ગણાઈ શકે, તેના પરિણામે દીવાની જવાબદારી ઉદ્ભવી શકે અથવા અન્યથા કાનૂનનું ઉલ્લંઘન થઈ શકે તેની સામે મનાઈ ફરમાવવામાં આવે છે. કાયદાનો અમલ કરનારા અથવા આવી માહિતી કે સાહિત્ય પોસ્ટ કરનારી કોઈ પણ વ્યક્તિની ઓળખને જાહેર કરવા માટે સિપ્લા લિમિટેડને વિનંતી કરતા કે આદેશ આપતા કોઈ પણ સત્તાવાળાઓને અથવા અદાલતી આદેશમાં સિપ્લા લિમિટેડ સહકાર આપશે. સિપ્લા લિમિટેડ સામે વપરાશકર્તાઓના આચરણને કારણે અથવા તેમાંથી ઉદ્ભવતી એટર્નીની વાજબી ફી સહિતના કોઈ પણ દાવા, માંગણી કે નુકસાન સામે વપરાશકર્તા સિપ્લા લિમિટે, તેના સહયોગીઓ, નિર્દેશકો, કર્મચારીઓ, કન્સલ્ટન્ટને કાયદેસરની જવાબદારી સામે રક્ષણ આપવા માટે સંમતિ આપે છે.

  1. લિંક્સ: આ સાઇટ ત્રાહિત પક્ષની વેબસાઇટોની લિંક્સ ધરાવે છે જે વપરાશકર્તાઓને અનુકૂળતા તરીકે પૂરી પાડવામાં આવે છે. આ સાધનો વ્યાવસાયિક સલાહ આપતાં નથી અથવા ચોક્કસ ઉત્પાદોની ભલામણ કરતાં નથી. ફિઝિશિયનો અને અન્ય સ્વાસ્થ્યસંભાળ પ્રોફેશનલ્સે પોતે જે માહિતી પૂરી પાડે તે અંગે પોતાના નૈદાનિક નિર્ણયનો ઉપયોગ કરવો જોઈએ. વપરાશકર્તાઓ આવું પોતાના જોખમે કરે છે. આ લિંક્સ પર સિપ્લા લિમિટેડનો કોઈ અંકુશ નથી, અને કોઈ પણ લિંકના સમાવેશનો અર્થ એવો થતો નથી કે સિપ્લા લિમિટેડ આવી વેબસાઇટનું સમર્થન કરે છે. સિપ્લા લિમિટેડ અથવા તેના કોઈ પણ સહયોગીઓ, નિર્દેશકો, કર્મચારીઓ, અધિકારીઓ, કન્સલ્ટન્ટ આવા ત્રાહિત પક્ષની વેબસાઇટોમાં જોવા મળતી માહિતી માટે કોઈ દાવો કરતા નથી અથવા તેના માટે જવાબદાર નથી.

  1. ટ્રાન્સફર કરી શકાશે નહિ: આ સાઇટ અને સંબંધિત વેબસાઇટો એક્સેસ કરવાનો વપરાશકર્તાઓનો અધિકાર કડકપણે ટ્રાન્સફર કરી શકાય એમ નથી. માહિતી કે દસ્તાવેજો મેળવવા માટે વપરાશકર્તાને આપવામાં આવતો કોઈ પણ પાસવર્ડ, અધિકાર કે એક્સેસ એ ટ્રાન્સફરેબલ નથી અને તે સિપ્લા લિમિટેડની વિશિષ્ટ સંપત્તિ બની રહે છે.

  1. કોઈ સલાહ નહિ: સાઇટની રચના સામાન્ય માહિતી મળી રહે એવી રીતે કરવામાં આવી છે. આ સાઇટનો આશય વપરાશકર્તાને સિપ્લા લિમિટેડ (કે તેની કોઈ પણ સહયોગી કંપનીઓ)માં રોકાણ કરવાનો પ્રસ્તાવ આપવાનો કે તબીબી સલાહ આપવાનો નથી, કે તે ઉત્પાદોના યોગ્ય ઉપયોગ પર સૂચનાઓ પૂરી પાડવા માંગતી નથી.

  1. જવાબદારીની સીમા: સિપ્લા લિમિટેડ આ સાથે આ સાઇટમાં પૂરી પાડવામાં આવેલી માહિતીની ચોકસાઈ, પૂર્ણતા, ચલણ કે માહિતીની વિસંગતિ વિશે કોઈ ખાતરી આપતું નથી અને (બી) એવી તમામ વોરંટી અને શરતોનો અસ્વીકાર કરે છે, જે સ્પષ્ટ, લાગુ કરેલી કે કાનૂની હોય, જેમાં કોઈ મર્યાદા વિના લાગુ કરેલી વોરન્ટીઓ અથવા વેચાણ ક્ષમતાની શરતો, ચોક્કસ હેતુ માટે ફિટનેસ અને બિન-વિસંગતિનો સમાવેશ થાય છે. વિશ્વસનીય ગણાતા સ્રોતોમાંથી માહિતી મેળવવામાં આવી છે, પરંતુ સિપ્લા લિમિટેડ અથવા સિપ્લા લિમિટેડના કોઈ કન્ટેન્ટ પ્રોવાઇડર માહિતીની ચોકસાઈની ખાતરી આપતા નથી. કોઈ પણ માહિતી પર આધાર રાખતાં પહેલાં વપરાશકર્તા નિષ્ણાતની સલાહ મેળવશે. સાઇટનો ઉપયોગ વપરાશકર્તાના જોખમ પર છે. કોઈ પણ પરિસ્થિતિમાં સિપ્લા લિમિટેડ અથવા તેની કોઈ પણ સહયોગી કંપનીઓ, નિર્દેશકો, કર્મચારીઓ, અધિકારીઓ, કન્સલ્ટન્ટ પ્રત્યક્ષપણે કે પરોક્ષ રીતે કોઈ પણ પ્રકાર કે પ્રકૃતિના નુકસાન માટે જવાબદાર રહેશે નહિ, જેમાં કોઈ મર્યાદા વિના પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, સંજોગોવશાત અથવા કોઈ પણ દાવા કે હાનિ, જેના વિશે ધારણા કરી શકાય તેમ હોય કે ન હોય તેનો સમાવેશ થાય છે; અથવા વપરાશકર્તાને અગાઉથી સંભાવના વિશે જાણ કરવામાં આવી છે કે નહિ, જે સાઇટ, કોઈ પણ ત્રાહિત પક્ષની સાઇટ, સાઇટમાં રહેલી લિંક્સના સર્જન કે ઉપયોગ, સાઇટ પરના અવલંબન કે સાઇટના ઉપયોગની અક્ષમતા સાથેના સંબંધમાંથી પરિણમી હોય. આ મર્યાદામાં તમારા કમ્પ્યૂટરના ઉપકરણને નુકસાન અથવા તમારા કમ્પ્યૂટરના ઉપકરણને ચેપગ્રસ્ત કરી શકે એવા કોઈ પણ વિષાણુઓનો સમાવેશ થાય છે. સાઇટ પર પોસ્ટિંગની આદાનપ્રદાનની પ્રકૃતિને કારણે વપરાશકર્તાઓ દ્વારા પોસ્ટ કરાયેલ કોઈ પણ સામગ્રી માટે સિપ્લા લિમિટેડ જવાબદારી લે એવું અશક્ય છે. વપરાશકર્તાઓ દ્વારા વ્યક્ત કરાયેલા કોઈ પણ વિચારો, સૂચનો, અભિપ્રાયો, ટિપ્પણીઓ, અને અવલોકનો અને વપરાશકર્તાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલ કોઈ પણ લખાણ, ડેટા, તસ્વીરો, વિડીયો, સંગીત, ધ્વનિ, ચેટ, મેસેજીઝ, ફાઇલો કે અન્ય મટીરિયલ ("યુઝર સબમિશન")ને સિપ્લા લિમિટેડ દ્વારા સમર્થન આપવામાં આવતું નથી, અને સાઇટ પર પોસ્ટ કરાતા કોઈ પણ યુઝર સબમિશનની વિશ્વસનીયતા, ચોકસાઈ કે ગુણવત્તા વિશે સિપ્લા લિમિટેડ કોઈ ખાતરી આપતું નથી. વપરાશકર્તા કોઈ પણ યુઝર સબમિશનના ઉપયોગ સાથે સંબંધિત કોઈ પણ જોખમોનું મૂલ્યાંકન કરવા અને તેને ધારણ કરવા કહી શકે છે, જેમાં આવા યુઝર સબમિશનની ચોકસાઈ, પૂર્ણતા કે ઉપયોગિતા પર કોઈ પણ અવલંબનનો સમાવેશ થાય છે. સાઇટ પર પોસ્ટ કરવામાં આવેલા તમામ યુઝર સબમિશન એ એવી વ્યક્તિની જવાબદારી છે જેણે મૂળ યુઝર સબમિશન પોસ્ટ કર્યું હોય અને આવા યુઝર સબમિશનના પરિણામે કોઈ પણ નુકસાન, હાનિ, દાવા, કાર્યવાહી કે જવાબદારી માટે વપરાશકર્તાનો એકમાત્ર ઉપાય એ વ્યક્તિગત વપરાશકર્તા વિરુદ્ધ હશે. યુઝર્સ પોતાના યુઝર્સ સબમિશન્સ માટે અને તેને પોસ્ટ કે પ્રકાશિત કરવાનાં પરિણામો વિશે સંપૂર્ણપણે જવાબદાર રહેશે. યુઝર્સ પોતપોતાના યુઝર સબમિશન્સમાં માલિકીના તમામ અધિકારો જાળવશે. જોકે, સાઇટ પર યુઝર સબમિશન સુપ્રત કરીને યુઝર્સ આ સાથે સિપ્લા લિમિટેડને કાયમી, વિશ્વવ્યાપી, બિન-વિશિષ્ટ, રોયલ્ટીમુક્ત, સબલાઇસન્સેબલ, ટ્રાન્સફર કરી શકાય એવા અધિકાર અને ડિસપ્લેના વિવિધ કામોના ઉપયોગ, પુન:નિર્માણ, વિતરણ, બનાવટના લાયસન્સની અને સાઇટ તથા સિપ્લા લિમિટેડના બિઝનેસ સાથેના જોડાણમાં યુઝર સબમિશન કરવાની મંજૂરી આપે છે, જેમાં હાલમાં જાણીતા કે હવે પછી વિકસાવવામાં આવેલા કોઈ પણ માધ્યમોમાં સાઇટના અમુક હિસ્સા કે બધા હિસ્સા (અને તે પછી વિવિધ કામો)ના પ્રચાર અને પુન:વિતરણ માટેની મર્યાદા વિનાનો સમાવેશ થાય છે. વપરાશકર્તાઓ દ્વારા માન્ય આગળ જણાવેલ લાયસન્સ સાઇટમાંથી યુઝર સબમિશન દૂર કરવા કે ડીલીટ કરવા પર આપોઆપ સમાપ્ત થશે. જો યુઝર્સ સાઇટ પર યુઝર સબમિશન પોસ્ટ ન કરવાનું પસંદ કરે તો યુઝર એવી રજૂઆત કરે છે કે આવું યુઝર સબમિશન લાગુ પડતા કાયદાઓ, રીતભાતો અને પ્રમાણિત વર્તનના સામાન્ય રીતે સ્વીકાર્ય નિયમો પ્રમાણે હશે. યુઝર દ્વારા સાઇટનો ઉપયોગ સિપ્લા લિમિટેડ સાથે જોડાયેલા યુઝર્સના કાનૂની અધિકારો માટે તેમનો આદર દર્શાવશે. યુઝર્સ સમજે છે કે સિપ્લા લિમિટેડ કોઈ પણ યુઝર સબમિશનના સંદર્ભે કોઈ ગુપ્તતાની ખાતરી આપતું નથી, અને વિશિષ્ટપણે સિપ્લા લિમિટેડને આ સંબંધમાં કોઈ પણ જવાબદારીમાંથી મુક્ત કરે છે. સિપ્લા લિમિટેડ સ્પષ્ટપણે યુઝર સબમિશન સાથેના અનુસંધાનમાં કોઈ અને બધી જવાબદારીનો અસ્વીકાર કરે છે. સિપ્લા લિમિટેડ પોતાની સંપૂર્ણ મુનસફી પ્રમાણે અને પૂર્વ નોટિસ વિના કન્ટેન્ટ અને યુઝર સબમિશન દૂર કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે. સિપ્લા લિમિટેડ પોતાની સંપૂર્ણ મુનસફી પર અને પૂર્વ નોટિસ વિના કોઈ પણ સમયે સાઇટ માટેના યુઝરના એક્સેસનો અંત લાવવાનો અધિકાર પણ સુરક્ષિત રાખે છે. સિપ્લા લિમિટેડ અથવા તેના નિર્દેશકો, કર્મચારીઓ કે એજંટો વપરાશકર્તાને સાઇટ પરની માહિતીના ઉપયોગમાંથી ઉદ્ભવતી કોઈ પણ હાનિ, નુકસાન, ઈજા માટે જવાબદાર રહેશે નહિ, જેમાં તબીબી બેદરકારી અથવા કોઈ વ્યાવસાયિક દુરાચરણ કે સેવા પ્રદાતાઓની ભૂલો/કાર્યવાહીઓને કારણે અન્ય ત્રાહિત પક્ષની કાર્યવાહીને કારણે ઉદ્ભવતા કાનૂની પગલાનો પણ સમાવેશ થાય છે. વધુમાં, સિપ્લા લિમિટેડ અથવા તેના નિર્દેશકો, કર્મચારીઓ અથવા એજંટો યુઝર દ્વારા કરવામાં આવેલા કોઈ પણ દાવાના પરિણામે સેવા પ્રદાતાઓને થયેલી કોઈ પણ હાનિ કે નુકસાન માટે જવાબદાર ગણાશે નહિ, જેમાં વ્યાવસાયિક દુરાચરણ કે સેવા પ્રદાતાના વ્યવસાયનું સંચાલન કરતા લાગુ પડતા કાયદાઓના ઉલ્લંઘનમાંથી ઉદ્ભવતી કોઈ પણ કાનૂની કાર્યવાહીઓનો પણ સમાવેશ થાય છે. સિપ્લા લિમિટેડની જવાબદારીની ગેરહાજરી સાથે સંબંધિત જોગવાઈ એ આ શરતોની સમયસમાપ્તિ કે અંત અને કોઈ પણ કારણસરના ઉપયોગને સર્વાઇવ કરે છે. સિપ્લા લિમિટેડ ગુણવત્તા, ઉપલબ્ધતા કે ચોકસાઈ સહિત સાઇટ પરની કોઈ પણ માહિતીના ઉપયોગ સાથે સંબંધિત સ્પષ્ટ કે લાગુ પાડેલ કોઈ પણ વૉરન્ટીઓનો અસ્વીકાર કરે છે.

  1. કૉપીરાઇટની નોટિસ: સાઇટ અને તેની સમગ્ર વિષયવસ્તુ કૉપીરાઇટ રક્ષણને આધીન છે. સિપ્લા લિમિટેડની સ્પષ્ટ પૂર્વસંમતિ વિના સાઇટની કન્ટેન્ટની નકલ કરી શકાશે નહિ. અહીં સ્પષ્ટપણે અધિકૃત કરવામાં આવ્યું હોય તેના અપવાદ સિવાય, વપરાશકર્તાએ સિપ્લા લિમિટેડની સ્પષ્ટ પૂર્વલેખિત સંમતિ વિના સાઇટમાંની કોઈ પણ માહિતી, લખાણ, છબીઓ, દસ્તાવેજો ડિસપ્લે, ડાઉનલોડ, વિતરણ, પુન:નિર્માણ, પુન:પ્રકાશન કે પ્રસારણ કરવા ન જોઈએ. જોકે, યુઝર સાઇટના ડાઉનલોડ સેક્શનમાં રહેલ નોલેજ ડેટાબેસમાંથી કોઈ પણ મટીરિયલ ડાઉનલોડ કરી શકે છે, જે યુઝરનેમ અને પાસવર્ડ આપીને એક્સેસ કરી શકાય છે. આવા ડાઉનલોડમાંથી મળતી બધી કન્ટેટનો હંમેશાં સ્વીકાર કરવો જોઈએ અને સિપ્લા લિમિટેડ સાથે જોડવી જોઈએ. પૂર્વ સાઇટેશન વિના સાઇટમાંથી કોઈ પણ કન્ટેન્ટનો ઉપયોગ કડકપણે પ્રતિબંધિત છે અને તે બૌદ્ધિક અંપદાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તે વપરાશકર્તાને દીવાની અને ગુનાહિત પેનલ્ટીને આધીન લાવી શકે છે, જેમાં કૉપીરાઇટના ઉલ્લંઘન માટે સંભવિત નાણાકીય નુકસાનનો પણ સમાવેશ થાય છે. સાઇટ પર જોવા મળી શકે એવી કોઈ પણ કન્ટેન્ટ, ટ્રેડમાર્ક કે અન્ય સાહિત્ય કે જે સિપ્લા લિમિટેડની સંપત્તિ નથી તે તેના સંબંધિત માલિક(કો)નો કૉપીરાઇટ રહે છે. કોઈ પણ પ્રકારે સિપ્લા લિમિટેડ આવી આઇટમોની માલિકી કે જવાબદારી સ્વીકારતું નથી અને તમારે આવી સામગ્રીના કોઈ પણ ઉપયોગ માટે તેના માલિક પાસેથી કાનૂની સંમતિ મેળવવી જોઈએ. વપરાશકર્તાએ પ્રથમ સિપ્લા લિમિટેડ તરફથી પૂર્વ લેખિત પરવાનગી માંગવી જોઈએ, જો વપરાશકર્તા અલગ વેબસાઇટમાં કોઈ પણ માહિતી કે માહિતીના વિભાગોનો ઉપયોગ કરવાનો આશય ધરાવતા હોય. યુઝર સિપ્લા લિમિટેડની સાઇટ સાથે લિન્ક કરી શકે એવી મંજૂરી નથી, જો યુઝર ગેરકાનૂની, અશ્લીલ કે આક્રમક સામગ્રીના પ્રકાશન કે પ્રચારમાં સામેલ હોય, અથવા જો લિંક કોઈ પણ પ્રકારે સિપ્લા લિમિટેડની પ્રતિષ્ઠા પર અસર કરતી હોય.

  1. પ્રકીર્ણ: જો નિયમો અને શરતોની કોઈ પણ જોગવાઈ સક્ષમ ન્યાયક્ષેત્રની અદાલત દ્વારા ગેરકાનૂની, અમાન્ય કે રદ ગણવામાં આવે તો નિયમો અને શરતોની શેષ જોગવાઈઓ હજીયે પૂરી અસરથી અમલી રહેશે.

  1. સંચાલક કાનૂન: સાઇટનું નિર્માણ મુંબઈ (ભારત)માં સિપ્લા લિમિટેડ દ્વારા સર્જન અને નિયંત્રણ કરવામાં આવે છે; આમ પણ ભારતના કાયદાઓ લાગુ પડશે; અને મુંબઈની અદાલતોને માત્ર નિયમો અને શરતોના સંદર્ભે જ ન્યાયાધિકાર હશે. સિપ્લા લિમિટેડ સાઇટના ઉપયોગની શરતો એકપક્ષી રીતે બદલવાનો અધિકાર સુરક્ષિત રાખે છે અને સમયે સમયે જરૂરી બને તે પ્રમાણે નોટિસ વિના માહિતી બદલવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. વપરાશકર્તાઓ સાઇટની મુલાકાત લે એવા પ્રત્યેક સમયે નિયમિત અપડેટ્સ માટે શરતો વાંચે એવી સલાહ આપવામાં આવે છે. સિપ્લા લિમિટેડ કોઈ પણ પ્રકારના કારણ વિના સાઇટ પરની કોઈ પણ માહિતી ડીલીટ કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે.

Please Select Your Preferred Language